For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિક

05:58 PM Aug 06, 2025 IST | Bhumika
બિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિક

બેંક ખાતામાં માત્ર રૂા.500ની બેેલેન્સ હતી અને 10 લાખ કરોડ જમા થઇ ગયા, પોલીસ-ઇન્કમટેક્સ અને બેંક પણ ધંધે લાગ્યા

Advertisement

બિહારમાં એક ગરીબ પ્લમ્બરના કોટક મહિન્દ્રા બેંક ખાતાંમાં 10 લાખ કરોડ રૂૂપિયાથી વધુ જમા થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નોઈડામાં એક મૃત મહિલાના ખાતામાં 10 લાખ 1 હજાર 356 લાખ કરોડ (10013560000 00.0001002356)થી વધુ રકમ જમા થયાનો મેસેજ આવ્યો. જ્યારે મહિલાના દીકરાએ તેના મોબાઈલ પર મેસેજ જોયો ત્યારે વિશ્ર્વાસ કરી શકયો નહીં અને બેંક ઉપર દોડી ગયો હતો.

બિહારના જમુઈમાં એક પ્લમ્બરને સંદેશ મળ્યો કે તેના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં 10 લાખ 1 હજાર 356 લાખ કરોડ રૂૂપિયા (1,001,356,000, 000.0005001 લાખ કરોડ)થી વધુ રકમ જમા થઈ ગઈ છે. તે પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયો હતો, પરંતુ બેંકે તેનું ખાતું પહેલાંથી જ ફ્રીઝ કરી દીધું હતું. પ્લમ્બરે કહ્યું હતું કે તેના ખાતામાં ક્યારેય 500 રૂૂપિયાથી વધુ રકમ નહોતી. તેને ખબર નથી કે આટલી મોટી રકમ તેના ખાતામાં કેવી રીતે આવી, જોકે બેંકના મતે આ ફક્ત ખોટા સંદેશાઓના કિસ્સા છે. રકમ કોઈપણ બેંક ખાતામાં પહોંચી નથી. તેમ છતાં બંને કેસોની તપાસ ચાલી રહી છે.

Advertisement

એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ લગભગ 9.45 લાખ કરોડ રૂૂપિયા છે, એટલે કે આ બંનેનાં ખાતાંમાં રહેલી રકમ અંબાણીની કુલ સંપત્તિ કરતાં 50 હજાર કરોડ રૂૂપિયા વધુ છે.

નોઈડાના ઊંચી દનકૌર ગામની ગાયત્રી દેવીનું બે મહિના પહેલાં અવસાન થયું હતું. મહિલાનો પુત્ર દિલીપ તેનું એકાઉન્ટ જોડીને ઞઙઈંનો ઉપયોગ કરી રહ્યો છે. 3 ઓગસ્ટના રોજ એક મેસેજ આવ્યો કે આ જ એકાઉન્ટમાં 10 લાખ કરોડ રૂૂપિયા (10,01,35,60,00, 00,00,00, 00,01,00, 23,56,00, 00,00,00,299) જમા થયા છે.
દિલીપ બેરોજગાર છે. તેણે જણાવ્યું કે 3 ઓગસ્ટના રોજ જ્યારે તે દુકાને સામાન ખરીદવા ગયો હતો ત્યારે પેમેન્ટ થતું નહોતું. આ દરમિયાન જ્યારે તેણે બેલેન્સ ચેક કર્યું ત્યારે ખાતામાં મોટી રકમ દેખાઈ, ત્યાર બાદ તેને કંઈ સમજાયું નહીં. તે તરત જ કોટક મહિન્દ્રા બેંકની શાખામાં પહોંચ્યો, જ્યાં આ ખાતું છે.

બેંકકર્મચારીઓએ તેને ચિંતા ન કરવા કહ્યું. અમે ખાતું ફ્રીઝ કરી દીધું છે. અમે આ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરી છે.
ગ્રેટર નોઈડા પોલીસ અને આવકવેરા વિભાગે તાત્કાલિક આ મામલાની નોંધ લીધી. દનકૌર પોલીસ સ્ટેશને જણાવ્યું કે ગઅટઈં ઞઙઈં એપમાં ટેક્નિકલ ખામીને કારણે આટલું સંતુલન દેખાઈ રહ્યું છે. બેંક બ્રાન્ચ મેનેજર અભય કુમારે જણાવ્યું હતું કે યુવાનના ખાતામાં શૂન્ય બેલેન્સ છે. ખાતું 7 દિવસ પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યું હતું. યુવાનના બેંક ખાતામાં કોઈ પૈસા આવ્યા નથી. તેનું ખાતું એક એપ સાથે જોડાયેલું છે. ત્યાં દેખાતી 37 અંકોની રકમ વિશે માહિતી મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement