For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICC રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ છઠ્ઠા સ્થાને, ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડી

12:30 PM Jul 18, 2024 IST | admin
icc રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ છઠ્ઠા સ્થાને  ટોપ 10માં ત્રણ ભારતીય ખેલાડી

ગાયકવાડ એક સ્થાન ગુમાવી 8માં ક્રમે

Advertisement

ભારત દત ઝિમ્બાબ્વે પાંચ મેચોની શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેના પગલે ટી20 રેન્કિંગમાં આ બંનેને તેનો ફાયદો થયો છે. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ઋતુરાજ ગાયકવાડ એક સ્થાન ગુમાવીને 8મા સ્થાને સરકી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીનો ભાગ ન હતો, જો કે તેના રેન્કિંગ પર કોઈ અસર થઈ નથી અને તે બીજા નંબર પર યથાવત છે.

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્રથમ નંબરે છે. આ રીતે ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ-10 ટી20 બેટર્સમાં સામેલ છે. શુભમન ગિલની વાત કરીએ તો તેને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે 37માં નંબર પર આવી ગયો છે. ગિલે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સૌથી વધુ 170 રન બનાવ્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા પાંચ સ્થાનના નુકસાન સાથે 42મા સ્થાને સરકી ગયો છે. ભારતના રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામે બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી અને જ્યારે તેને મળી તો તે કંઈ જાદુઈ કરી શક્યો નહીં. તેને રેન્કિંગમાં આઠ સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 49માં સ્થાને સરકી ગયો છે.

Advertisement

કુલદીપ યાદવ અને અક્ષર પટેલ બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નથી અને બંનેને બોલિંગ રેન્કિંગમાં નુકસાન થયું છે. અક્ષર ચાર સ્થાન સરકીને ટોપ-10માંથી 13માં નંબરે અને કુલદીપ યાદવ ચાર સ્થાન નીચે 16માં સ્થાને આવી ગયો છે. રવિ બિશ્નોઈને ચાર સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 19માં નંબર પર છે. જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ તાજેતરની ટી20 રેન્કિંગમાં નુકસાન થયું છે, બંને અનુક્રમે 21મા અને 23મા સ્થાને આવી ગયા છે. વોશિંગ્ટન સુંદરને બોલિંગ રેન્કિંગમાં જબરદસ્ત 36 સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 46માં નંબર પર આવી ગયો છે. મુકેશ કુમારને પણ ટી20 રેન્કિંગમાં 21 સ્થાનનો બમ્પર ફાયદો થયો છે અને તે હવે 73માં નંબર પર આવી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement