For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે બીડીના કસ માર્યા

04:20 PM Mar 28, 2024 IST | Bhumika
ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે બીડીના કસ માર્યા

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં ચાલુ ફ્લાઇટે સીટ પર બેસી બીડી પીતા પેસેન્જરને ક્રુ મેમ્બરે રંગેહાથ ઝડપી લીધો હતો. પેસેન્જર બીડી પીને સખ પોતાની પાસેની દહીંની ખાલી ડબ્બીમાં નાંખતો હતો. હાલ અમદાવાદ એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો 60 વર્ષિય પેસેન્જર મૂળ નવસારીનો છે અને તે જેદ્દાહથી ઇન્ડિગો એરલાઇન્સમાં અમદાવાદ આવી રહ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા ઈન્ડિગોના સિક્યુરિટી મેનેજેર પ્રકાશ મકવાણાએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઇટ જેદ્દાહથી 27 માર્ચે સવારે 2 વાગ્યે ડિપાર્ચર થયેલી ફ્લાઇટ 9 વાગ્યે અહીં લેન્ડ થઇ તેમાં 6.10 વાગ્યે ક્રુ મેમ્બરને સ્મોકની સ્મેલ આવતા તેઓ સીટ 19 એફ પર બેઠેલા પેસેન્જર પાસે ગયા ત્યારે તે પેસેન્જર સ્મોક કરતો હતો. તમે સ્મોક કરો છો તેવું ક્રુ મેમ્બરે પૂછતા પેસેન્જરે હા પાડી હતી.

Advertisement

બીજા ક્રુ મેમ્બરને જાણ કરતા તેઓ ત્યાં આવી ગયા હતા ત્યારે પેસેન્જર બીડી પી રહ્યો હતો અને બીડીની રાખ(એશ) દહીંની ડબ્બીમાં નાખી હતી. જેથી ક્રુ મેમ્બરે પાણી વડે બીડી ભૂજાવી નાંખી હતી અને એક બેગમાં મૂકી દીધી હતી. ત્યારબાદ પેસેન્જરનું લિસ્ટ ચેક કરતા ગફર અબ્દુલ રહીમ અબ્દુલ રહીમ મેમણ હોવાની જાણ થઇ હતી. જેથી વિનય સહિત સિક્યુરિટી કર્મચારીઓએ ગફરની અટકાયત કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે મુસાફરની ધરપકડ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement