સંસદભવન નજીક સમડી ત્રાટકી, કોંગ્રેસ સાંસદ સુધાનો ચેન ઝૂંટવી લીધો: સંસદમાં પડઘો પડ્યો
આજે સવારે દિલ્હીના ચાણક્યપુરીમાંથી ચેન સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી. આશ્ચર્યજનક રીતે, ચેન સ્નેચિંગની આ ઘટના સંસદ ભવનથી થોડે દૂર મહિલા સાંસદ આર સુધા સાથે બની. વાસ્તવમાં, તમિલનાડુના મયિલાદુથુરાઇના કોંગ્રેસ સાંસદ એમ સુધા એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે. આજે સવારે 6 વાગ્યે, તે મોર્નિંગ વોક માટે નીકળી હતી. આ સમય દરમિયાન, રસ્તા પર એક બાઇક સવાર બદમાશ તેમના ગળામાંથી સોનાની ચેન છીનવીને ભાગી ગયો.
પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે. એ પછી મિડીયા સાથેની વાતચીતમાં સાંસદે જણાવ્યું હતું ક, તેમના કપડા પણ બદમાશે ફાડી નાંખ્યા હતાં. દિલ્હી પોલીસે આરોપીઓને પકડવા માટે 10 થી વધુ ટીમો બનાવી છે. સીસીટીવી કેમેરા ઉપરાંત, તપાસ માટે ડમ્પ ડેટા પણ શોધવામાં આવી રહ્યો છે. ઉપરાંત, પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવામાં આવી રહી છે અને ઘટના સમયે વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમિલનાડુ ભવન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઘટના બાદ કોંગ્રેસના લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધી સુધાને લોકસભા સ્પીકર પાસે લઈ ગયા અને આ મામલે ફરિયાદ કરી. ઉપરાંત, આર. સુધાએ પોતે ચેઈન સ્નેચિંગ અને ઈજાના મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, પઆ હુમલાને કારણે મારા ગળામાં ઈજા થઈ છે, મારી સોનાની ચેઈન છીનવાઈ ગઈ છે અને હું આ સમયે આઘાતમાં છું.થ તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે પજો કોઈ મહિલા રાષ્ટ્રીય રાજધાનીના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં ચાલી શકતી નથી, તો પછી આપણે બીજે ક્યાં સુરક્ષિત અનુભવી શકીએ?થ નોંધનીય છે કે હાલમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે અને આવા સમયે આ વિસ્તારમાં સુરક્ષા ખૂબ જ કડક છે. તેમ છતાં, બદમાશોએ ગુનો કર્યો છે.