અજમેરની હોટલમાં ભીષણ આગ લાગી, ચાર લોકો જીવતા ભૂંજાયા, લોકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો
અજમેરમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. એક ભયંકર આગ લાગવાથી એક બાળક સહિત ચાર લોકોના મોત થયાં છે. અનેક લોકો ઘાયલ થયાં છેલોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરુ કર્યું હતું.
દિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં સવારે 8 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ થોડી જ વારમાં હોટલના 5મા માળે પહોંચી ગઈ હતી. હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયા હતા. આ લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
જેએલએન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલ સમરિયાએ જણાવ્યું હતું કે - આઠ દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમાંથી ચારના મોત થયા છે. ત્રણની હાલત ગંભીર છે. મૃતકોમાં એક બાળક પણ છે.
હોટલ સુધી પહોંચવાનો રસ્તો સાંકડો છે. તેથી, બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. બચાવ દરમિયાન, ઘણા પોલીસ કર્મચારીઓ અને અગ્નિશામકોના સ્વાસ્થ્ય પણ બગડ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
વિસ્ફોટથી શરૂ થયેલી આગના પ્રત્યક્ષદર્શી જણાવ્યું હતું કે- એસી ફાટવાનો અવાજ આવ્યો. હું અને મારી પત્ની બહાર દોડી ગયા. આ પછી, અમે ટેક્સી ડ્રાઇવરને ફોન કર્યો. ફાયર બ્રિગેડ અડધા કલાક પછી આવી. અમે બહારથી કાચ તોડી નાખ્યો. એક મહિલાએ તેના બાળકને ઉપરથી મારા ખોળામાં ફેંકી દીધું. તેણે પણ કૂદવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે તેને રોકી. બીજો એક યુવક પણ બારીમાંથી કૂદી ગયો. તેને માથામાં ઈજા થઈ છે.