મધ્યપ્રદેશમાં દિલ્હી જેવી ભયાનક ઘટના: એક જ પરિવારના 5 લોકોનામૃતદેહ લટકતી હાલતમાં મળ્યાં
મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક ઘરની અંદરથી પાંચ લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પતિ, પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા એસપી રાજેશ વ્યાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે એફએસએલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. પોલીસ હવે એફએસએલ ટીમની રાહ જોઈ રહી છે.
આ ઘટના અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારના રાવાડી ગામમાં બની હતી. મૃતકોમાં ઘરના વડા રાકેશ, તેમની પત્ની લલિતા અને પુત્રી લક્ષ્મી, બે પુત્રો અક્ષય અને પ્રકાશનો સમાવેશ થાય છે. પરિવારજનોએ સમગ્ર પરિવારની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે.
ખાસ વાત એ છે કે આવી જ ઘટના 6 વર્ષ પૂર્વે આ જ દિવસે બની હતી. અર્થાત 1લી જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાએ પણ કમકમાટી ફેલાવી હતી. એની આજે 6ઠ્ઠી વરસીએ મધ્યચ પ્રદેશમાં પણ આવી જ ઘટના બની છે. દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આજે એટલે કે 1લી જુલાઈએ આ ઘટનાને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. 30 જૂન 2018 ની મોડી રાત્રે, 12 થી 1 વાગ્યાની આસપાસ, ચુંદાવત પરિવાર (જેને ભાટિયા પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે)ના 11 લોકોએ આત્મહત્યા કરી હતી.