For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દોઢ ડઝન નોન BJP C.M. અને પૂર્વ C.M. ઇડીના સકંજામાં

01:16 PM Feb 02, 2024 IST | Bhumika
દોઢ ડઝન નોન bjp c m  અને પૂર્વ c m  ઇડીના સકંજામાં

ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ઊઉએ ગઈકાલે કલાકો સુધી પછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી હતી. હેમંત સોરેન ઉપરાંત પણ વિપક્ષી પાર્ટીના અનેક સીએમ અને પૂર્વ સીએમ કેન્દ્રીય તપાસ એજન્સીના સકંજામાં છે. સ્વાભાવિક છે કે, સોરેનવાળા ઘટનાક્રમ પર આ તમામ નેતાઓની ચાંપતી નજર હશે. તો ચાલો જાણીએ એ કયા નેતાઓ છે અને તેમની સામે કયો કેસ છે.

Advertisement

અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે તપાસ એજન્સીનો સામનો કરી રહ્યા છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે તેમની સરકારે 100 કરોડ રૂૂપિયાની લાંચ લઈને દારૂૂના વેપારીઓના પક્ષમાં નીતિ બનાવી હતી. કેજરીવાલ અત્યાર સુધીમાં ઊઉના ચાર સમન્સની અવગણના કરી ચૂક્યા છે. ઊઉએ તેમને પાંચમી વખત સમન્સ પાઠવ્યા છે અને 2 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે.

રેવંત રેડ્ડી
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી મની લોન્ડરિંગ કેસમાં ઊઉની તપાસ હેઠળ છે. વિધાનસભામાં ટીડીપીના તત્કાલિન નેતા રેડ્ડી પર 2015માં એમએલસી ચૂંટણીમાં તેમની તરફેણમાં મત આપવા માટે નામાંકિત ધારાસભ્યને 50 લાખ રૂૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Advertisement

પિનરાઈ વિજયન
ઊઉએ એપ્રિલ 2021માં કેરળના સીએમ પિનરાઈ વિજયન વિરુદ્ધ ઙખકઅ તપાસ શરૂૂ કરી હતી. આ મામલો ઈડુક્કીમાં હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કેનેડિયન ફર્મ એસએનસી લવલિનને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. ત્યારે વિજયન વીજ મંત્રી હતા.

વાયએસ જગન મોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી યુપીએના કાળથી અનેક તપાસનો સામનો કરી રહ્યા છે.ઊઉએ 2015માં નવા પીએમએલએ મામલે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલો જગનની માલિકીની ભારતી સિમેન્ટ્સના નાણાકીય મામલે સબંધિત છે.

ભૂપેશ બઘેલ
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ તેમની સરકાર દરમિયાન કોલસાના પરિવહન, દારૂૂની દુકાનોના સંચાલન અને મહાદેવ ગેમિંગ એપમાં અનિયમિતતાઓ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગના ઓછામાં ઓછા ત્રણ કેસમાં ઊઉની તપાસનો સામનો કરી રહ્યા છે.

લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ કથિત ઈંછઈઝઈ કૌભાંડ અને લેન્ડ ફોર જોબ મામલે મુખ્ય આરોપી છે.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા
હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની માનેસર જમીનના સોદા મામલે અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ને પંચકુલામાં જમીન ફાળવણીના મામલે ઊઉ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અશોક ગેહલોત
રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડથ મામલે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને એક સમયે તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા સચિન પાયલટ સહિત કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમનું નામ પણ સામેલ છે. આ કેસની તપાસ 2015માં શરૂૂ થઈ હતી.

અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ માઈનિંગ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓ માટે ઈઇઈં અને ઊઉ બંનેના સકંજામાં છે.

માયાવતી
બસપાના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીનું નામ કોઈ પણ કેન્દ્રીય એજન્સીની ઋઈંછમાં નથી પરંતુ તેમના સીએમ કાર્યકાળ દરમિયાનની યોજનાઓ તપાસ હેઠળ છે.

ફારૂૂક અબદુલ્લા
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનને ઇઈઈઈં દ્વારા આપવામાં આવેલા અનુદાનમાં કથિત અનિયમિતતાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂૂક અબ્દુલ્લાની તપાસ ચાલી રહી છે.

ઓમર અબદુલ્લા
ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની ઊઉ દ્વારા 2022માં જમ્મુ અને કાશ્મીર બેંકની નાણાકીય બાબતો અને તેના ડિરેક્ટરોની નિમણૂક સાથે સંબંધિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.

મહેબૂબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીર બેંક કેસમાં ઊઉની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. જે કથિત રીતે દરોડા દરમિયાન ઊઉ દ્વારા જપ્ત કરવામાં આવેલી બે ડાયરીઓ પર આધારિત છે.

નબામ તુકી
જુલાઈ 2019માં ઈઇઈંએ કથિત ભ્રષ્ટાચાર મામલે અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ વિરુદ્ધ દાખલ કર્યો હતો. ઈઇઈં ઋઈંછના આધાર પર ઊઉ કથિત મની લોન્ડરિંગ મામલે તુકીની તપાસ કરી રહી છે. જેમાં આરોપ છે કે તત્કાલીન મંત્રી તુકીએ તેના ભાઈ સાથે મળીને નાણાંની ઉચાપત કરી હતી.

ઓકરમ ઈબોબીસિંહ
નવેમ્બર 2019માં ઈઇઈંએ કથિત ભ્રષ્ટાચાર મામલે મણિપુરના પૂર્વ સીએમ ઓકરમ ઇબોબીસિંહના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ મામલો મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીમાં 332 કરોડ રૂૂપિયાની કથિત હેરાફેરી સાથે સંબંધિત છે.

શંકરસિંહ વાઘેલા
ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી હતા ત્યારે મુંબઈમાં કિંમતી જમીન વેચીને સરકારી તિજોરીને રૂ.709 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે ઈઇઈં અને ઊઉ તપાસ કરી રહી છે. ઈઇઈંએ તેમની સામે 2015માં કેસ નોંધ્યો હતો.

શરદ પવાર
ગઈઙના પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર જેઓ હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી છે, તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં કથિત અનિયમિતતાઓ મામલે ઊઉની મની લોન્ડરિંગ તપાસનો સામનો કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement