મહારાષ્ટ્રના ડોક્ટરે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવ્યું મકાન
31 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ, કર્યો
મહારાષ્ટ્રના ચંદ્રપુરનું વનસ્પતિ ઉદ્યાન એક વિશિષ્ટ પ્રકારના મકાનને કારણે લોકપ્રિય છે. બગીચામાં બે માળનું મકાન છે. પહેલા માળે મોટો હોલ, બેડરૂૂમ અને ઉપર જવા માટેની સીડી છે. ઉપરના માળે બાળકોને રમવા માટેની એક નાની રૂૂમ અને વરંડો છે. આ આખું મકાન પ્લાસ્ટિકમાંથી બનાવાયું છે. દીવાલો, દરવાજા, ફરસ, સીડી, છત બધું પ્લાસ્ટિક વેસ્ટમાંથી બન્યું છે.
આ મકાન બનાવ્યું છે 68 વર્ષના ઍનેસ્થેસિયોલોજિસ્ટ ડો. બાલમુકુંદ પાલીવાલે. તેમણે કહ્યું કે આ મકાન બનાવવા માટે આલૂ ચિપ્સનાં પેકેટ, પાણીની બોટલો, દવાનાં રેપર, સૌંદર્ય પ્રસાધનની બોટલો, દૂધનાં પાઉચ વગેરે મળીને કુલ 13 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થયો છે. આ મકાનની બીજી ખાસિયત એ છે કે મકાન સ્ક્રૂથી બંધાયેલું હોવાથી માત્ર બે કલાકમાં જ એને બનાવી કે છૂટું પાડી શકાય છે. બગીચામાં આ મકાનનો ઉપયોગ લોકો હળવાશની પળો માણવા અને માતા બાળકને સ્તનપાન કરાવવા માટે કરે છે.