રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાક દબાવવાની અલગ રણનીતિ: વસુંધરાનું શક્તિ પ્રદર્શન, રેસમાં નહીં હોવાની શિવરાજની જાહેરાત

03:37 PM Dec 05, 2023 IST | Bhumika
Advertisement

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કૌન બનેગા મુખ્યમંત્રીનો ખેલ જારી

Advertisement

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં પ્રચંડ જીત પછી મુખ્યમંત્રી કોને બનાવવા તે મુદ્દે ભાજપ હાઇકમાન્ડ ગોથે ચડયું છે. રાજસ્થાનમાં ગઇરાતે ડિનર બેઠક યોજી પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ 70 ધારાસભ્યોનું સમર્થન બતાવી હાઇકમાન્ડનું નાક દાબવા પ્રયાસ કર્યો છે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલગ રણનીતિ અપનાવી પોતે અગાઉ અને આજે પણ મુખ્યપ્રધાન પદના દાવેદાર નથી અને મોવડી મંડળ કહેશે તેમ કરવાની જાહેરાત કરી છે. વસુંધરાથી વિપરિત ન તો તેમણે ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે કે ન શક્તિ પ્રદર્શન તેમણે નિર્ણય હાઇકમાન્ડ પર છોડયો છે. મધ્યપ્રદેશમાં પ્રચંડ વિજય માટે તેમણે તાબડતોબ રેલીઓ કરી હતી.

તેમની સરકારની લાલી બહેના જેવી યોજનાઓથી મહિલા મતદારોને આકર્ષવામાં ભાજપને મદદ મળી હોવાનું સૌ સ્વીકારે છે. તેમને પણ વિજયના યશભાગી ગણવામાં આવતા હોવા છતાં તેઓ વ્યુહાત્મક રીતે લો-પ્રોફાઇલ રાખી રહ્યા હોવાનું જણાય છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ફેસના કેટલાક દાવેદાર છે. કૈલાશ વિજયવર્ગીયનું નામ સૌથી આગળ બતાવવામાં આવી રહ્યું છે. આ સિવાય શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્રસિંહ તોમર જેવા નામ રેસમાં છે.

રાજસ્થાનમાં પણ પાર્ટી સામે આ જ સમસ્યા છે. અહીં પણ સીએમની રેસમાં કેટલાક નામ છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, અર્જૂન રામ મેઘવાલ, રાજસ્થાનના ભાજપના અધ્યક્ષ સીપી જોશી, દિયા કુમારી જેવા નામ મુખ્યમંત્રી માટે આગળ ચાલી રહ્યાં છે. જોકે, મહંત બાલકનાથ પણ મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યાં છે. આ બધા વચ્ચે એક મોટો જૂથ વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવના પક્ષમાં છે. બીજી તરફ વસુંધરાએ ગઇરાતે નવા ચુંટાયેલા ધારાસભ્યો માટે રાત્રી ભોજન યોજયું હતું. એમાં ઘણા નેતાઓએ ખુલ્લેઆમ રાજેને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી.
છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ, રાજ્ય ભાજપના અધ્યક્ષ અરૂૂણ કુમાર, વિપક્ષના નેતા ધરમલાલ કૌશિક અને પૂર્વ આઇએએસ અધિકારી ઓપી ચૌધરી જેવા નામ મુખ્યમંત્રીની રેસમાં છે. હવે પાર્ટીએ તેમાંથી કોઇ એકનું નામ ફાઇનલ કરવાનું છે.

Tags :
Chhattisgarh newsindiaindia newsMADHYA PRADESHMadhya Pradesh newsRajasthanRajasthan newsShivraj Singh ChauhanVasundhara Raje
Advertisement
Next Article
Advertisement