તમારી સાથેના સંબંધોનો દાયકો પૂરો: ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોદીનો સંદેશ
- આગામી સમયમાં પણ આશીર્વાદ અને સમર્થન મળતા રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરશે. આના એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશને એક ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. પીએમએ કહ્યું કે, તમારી સાથેના અમારા સંબંધોને એક દાયકા પૂર્ણ થયા છે. પીએમએ લખ્યું, અમને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે. અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે.તેમણે વધું કહ્યું કે, મારા 140 કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહકાર અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે, તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સૌથી મોટી સંપત્તિ છે. ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા તેમને સશક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલા નિષ્ઠાવાન પ્રયાસોના સાર્થક પરિણામો આપણી સામે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કાયમી મકાનો, બધા માટે વીજળી, પાણી અને ગેસની યોગ્ય વ્યવસ્થા, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈઓ અને બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના દ્વારા માતાઓ અને બહેનોને મદદ વગેરે જેવા ઘણા પ્રયાસો મેં કર્યા છે. તમારો વિશ્વાસ મારી સાથે હતો એટલા માટે જ સફળ થઈ રહ્યો છે.જ્યારે ભારત, વિકાસ અને વારસા સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે છેલ્લા એક દાયકામાં આંતરમાળખાના અભૂતપૂર્વ નિર્માણનું સાક્ષી રહ્યું છે. ત્યારે આપણને આપણા સમૃદ્ધ સાસ્કૃતિક અને રાષ્ટ્રીય વારસાના પુનરુત્થાનનું સાક્ષી બનવાનું સન્માન પણ મળ્યું છે. આજે દરેક દેશવાસીને ગર્વ છે કે, દેશ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવીને આગળ વધી રહ્યો છે.
તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ જીએસટીનો અમલ, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ વંદન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ પર સખત હુમલો અને નક્સલવાદ હાંસલ થયો અમે નિર્ણય લેવામાં નિષ્ફળ ગયા નથી.મોદીએ અંતમાં જણાવ્યું મને વિશ્વાસ છે કે, અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે.