For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આત્મવિશ્વાસ અને આવડતમાં ભળ્યો ફેશનનો રંગ

06:18 PM Jul 17, 2024 IST | admin
આત્મવિશ્વાસ અને આવડતમાં ભળ્યો ફેશનનો રંગ

નવા ટ્રેન્ડ સાથે યુનિકનેસ અને ઓનેસ્ટીથી બુટિક અને ફેબ્રિક શોરૂમ ચલાવી રહ્યા છે કાઝુમી અમૃતિયા

Advertisement

ઘરે જ્યારે લગ્નનો પ્રસંગ હોય છે ત્યારે પહેલેથી તૈયારી કરી હોવા છતાં કંઈક ને કંઈક દોડાદોડી રહેતી હોય છે.આવા જ એક પ્રસંગમાં બધી જ તૈયારી થઈ ગઈ હતી પણ ક્ધયાના આઉટ ફિટમાં છેલ્લી ઘડીએ કંઈક વાંધો આવ્યો અને ઇમર્જન્સીમાં નવો આઉટ ફિટ બનાવવાનો નિર્ણય લેવો પડ્યો.અત્યારના ટ્રેન્ડ મુજબ વરરાજાના આઉટ ફિટ સાથે મેચિંગ પણ કરવાનું હતું એટલે વ્હાઈટ ફેબ્રિકને ડાઈ કરવાનું, ડિઝાઇન કરવાનું , હેન્ડ વર્ક અને સ્ટીચિંગ કરવાનું હતું.આવું અશક્ય લાગતું કામ તેઓના ફેશન ડિઝાઇનરે રાત-દિવસ જાગી ફક્ત 57 કલાકમાં ડ્રેસ રેડી કરીને આપી દીધો.દુલ્હનની ખુશીનો કોઈ પાર નહોતો.આ રીતે પોતાના કસ્ટમરની નાની નાની જરૂૂરિયાતનો ખ્યાલ રાખનાર આ ફેશન ડિઝાઈનર એટલે રાજકોટના ખૂબ જ જાણીતા અજા ક્રીએશન અને અજા ફેબ્રિકના કાઝુમી અમૃતિયા.આ બનાવ અંગે તેઓએ જણાવ્યું કે આ તો દુલ્હનના આઉટ ફિટની વાત હતી પરંતુ કોઈ પણ પ્રસંગ માટે કસ્ટમર અમારે ત્યાં આવે ત્યારે તેમની પસંદગી મુજબ આત્મસંતોષ મળે એ પ્રમાણે જ કામ કરવામાં આવે છે.

છેલ્લા 12 વર્ષથી પોતાનું બુટિક ચલાવનાર અને રાજકોટના ક્રીમ અને રોયલ કસ્ટમર સાથે કામ કરનાર કાઝુમી અમૃતિયાની શરૂૂઆત ખૂબ નાના પાયે થઈ હતી. માતા-પિતા શિક્ષક હોવાથી અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર થતા જુદા જુદા શહેરમાં શાળાકીય અભ્યાસ કર્યો. ગણિત અને વિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ બાદ સંજયભાઈ અમૃતિયા સાથે સ્નેહ લગ્ન કરીને રાજકોટ આવ્યા.કંઈક પ્રવૃત્તિ કરવાના વિચાર સાથે તેઓએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો પરંતુ હવે શું? શરૂૂઆતમાં તેઓ જૂની સાડી અથવા તો ન ગમતી સાડીમાંથી કંઈક અલગ નવા આઉટ ફીટ બનાવી આપતા, આ રીમેક લોકોને ખૂબ પસંદ પડ્યું. એક એક્ઝિબિશન પણ કર્યું,જેમાં, પણ સારો રિસ્પોન્સ મળ્યો જેથી બુટીક શરૂૂ કરવાનો વિચાર કર્યો પણ કહેવાય છે ને કે ‘મોઢા એટલી વાતો’ નજીકના લોકોએ ખૂબ હતાશ કર્યા કે આવું કામ મહિલાઓથી ન થાય પરંતુ કાઝુમીબેન જણાવે છે કે, ‘મારા માતા-પિતાની જેમ જ મારા સાસુ, સસરા તેમજ પતિએ ખૂબ સપોર્ટ કર્યો. સસરા મનસુખભાઇએ એક જ વાક્ય કહ્યું કે તારે જે કરવું હોય તે કર દુનિયાની પરવા ના કર. આ રીતે હિંમત આવી અને ઘરમાં જ એક રૂૂમમાં બુટિકનો પ્રારંભ કર્યો.દીકરી વેદાના જન્મ સમયે પણ કામ ચાલુ રાખ્યું.બપોરના 12 થી 5 આરામના સમયે કામ અને બાકીનો સમય ઘર સંભાળવામાં જાય. રોજબરોજના કામમાં ડગલેને પગલે સાસુ રમાબેને સાથ આપ્યો. તેમના સાથ વગર હું સફળ થઈ શકી ન હોત. કોઈપણ કામ કરો તેમાં ઘરના સભ્યોનો સાથ સહકાર ખૂબ મહત્ત્વનો છે.તેમનો સપોર્ટ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.’

Advertisement

કામ કામને શીખવે એમ તેઓની મહેનત રંગ લાવી.જે કાપડમાંથી આઉટ ફિટ બનાવતા હતા તે ક્લાયન્ટને પસંદ આવતા તેઓ કાપડની પણ માગણી કરવા લાગ્યા આમ અજા ક્રીએશનમાંથી 2017માં અજા ફેબ્રિકની શરૂૂઆત થઈ જ્યાં દુનિયાભરનું ફેબ્રિક ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રનો આ એકમાત્ર એવો ફેમિલી ફેબ્રિક શોરૂૂમ છે જ્યાં બનારસી, લખનવી, કલમકારી, અજરખ, બાંધણી,ભાગલપુરી,પટોળા, સિલ્ક ,કાંજીવરમ, હેન્ડલૂમ સિલ્ક, પૈઠણી,મીનાકારી,ઇકત અને પ્યોર બ્રોકેટ જેવા ફેબ્રિક મળી રહે છે અહીં ડાઈ પણ કરી આપવામાં આવે છે જેથી કરીને પોતાની પસંદગીનો કલર પણ લોકો મેળવી શકે. લોકોને આ કાપડ પસંદ આવવા લાગ્યું અને બુટિકની સાથે સાથે શોરૂૂમની ગાડી પણ દોડવા લાગી.આ શોરૂૂમ તેમના ભાભી કાજલબેન પાંચાણી ખૂબ સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.

કોઈપણ સફળતા સંઘર્ષ વગર મળતી નથી.બંને ક્ષેત્ર સંભાળવામાં અનેક મુશ્કેલીઓ આવી. હાલ પોતાના ઘરની નીચે વિશાળ જગ્યામાં પોતાનું બુટિક છે.આસપાસ નવા નવા બુટિક ખુલતા રહે છે પણ તેઓને પોતાની આવડત,આત્મવિશ્વાસ, ઓનેસ્ટિ અને યુનિકનેસ પર ભરોસો છે. ફેબ્રિકના શોરૂૂમમાં તેઓએ બારકોડ સિસ્ટમ લગાવી છે જેના કારણે ભાવ બાબત એક વિશ્વાસ ઉભો થાય છે. સમગ્ર સ્ટાફને ખૂબ જ પોલાઇટલી વર્તન માટે સૂચના આપેલ છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત છે ઓનેસ્ટી. એનઆરઆઈ કસ્ટમર આવે તો પણ તેના રેટ સેમ જ રહે છે.તેની પાસેથી વધુ રકમ લેવામાં આવતી નથી આ બધા કારણોસર 10,000 થી પણ વધુ કસ્ટમર તેઓની સેવા લઇ રહ્યા છે જેમાં અનેક જાણીતા પરિવારોનો પણ સમાવેશ થાય છે.અત્યારના નવા ટ્રેન્ડ મુજબ યુવા પેઢીને પેસ્ટલ કલર ગમે છે જ્યારે વડીલોને પરંપરાગત રંગો પસંદ આવે છે આવા સમયે વચ્ચેનો રસ્તો કાઢીને પ્રસંગના કોઈ એક ફંકશનમાં તેઓ પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે તમારું આઉટફિટ ત્યારે જ પરફેક્ટ ગણાય જ્યારે તે નાના-મોટા સૌને પસંદ પડે તેવું હોય.અહીં જલ વિધિ થી લઈને રિસેપ્શન તેમજ 6 દિવસના બાળકથી લઈને દાદા-દાદીના કપડાં બનાવી આપવામાં આવે છે. કાઝુમી જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ પોતાના નામના અર્થને સાર્થક કરતા તેઓ હિંમતથી પોતાના કામને આગળ વધારી રહ્યા છે. ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Advertisement
Tags :
Advertisement
Advertisement