પૈસા આપી મારી સામે ઝુંબેશ ચલાવાઇ: ગડકરીનો ધડાકો
પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ મુદ્દે સોશિયલ મીડિયામાં ચિંતાઓને મોટું સ્વરૂપ અપાયું
ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરૂૂદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ (કેમ્પેઈન) હતી.
દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના 65માં વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક પેઈડ પોલિટિકલ કેમ્પેઈન (પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશ)નો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટુ સ્વરૂૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર હાલ ઈથેનોલ મિશ્રિત ઈંધણ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, E20 જેવા હાઈ ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનોની માઈલેજ પર અસર થાય છે, તેમજ જુના મોડલ, ખાસ કરીને 2023 પહેલાં બનેલા વાહન ટેક્નિકલી રીતે તેના ઉપયોગ માટે સજ્જ નથી. લોકોએ જુદા-જુદા ફોરમ સમક્ષ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, E20 પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની માઈલેજ ઘટી છે, તેમજ ફ્યુલ સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. લોકલ સર્કિલના એક સરવેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આશરે 44 ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું સમર્થન કરતા નથી. ઉલ્લેખનીય છે, આ મામલે પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે એકસ પર નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનાએ ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઈલેજમાં નજીવો ઘટાડો થાય છે. ઊ10 માટે ડિઝાઈન કરવામાં આવેલા તેમજ E20 માટે કેલિબ્રેટ કરવામાં આવેલા ફોર વ્હિલર્સમાં 1-2 ટકા અને જ્યારે અન્ય વાહનોની માઈલેજમાં 3-6 ટકાનો ઘટાડો થાય છે.