રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગરીબ-યુવા-ખેડૂત-નારીને લક્ષમાં રાખતું 50.65 લાખ કરોડનું બજેટ

05:40 PM Feb 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ખેડૂતોને 5 લાખનું ક્રેડિટ કાર્ડ, યુવાઓ માટે પ0 હજાર અટલ ટીન્કરિંગ લેબ-IITમાં ફેલોશીપ, ગરીબો માટે આવાસ પુરા કરવા 25000 કરોડ, મહિલાઓ માટે સક્ષમ આંગણવાડી-પોષણ 2.0 અભિયાન સહિતની રાહતોની જાહેરાત

Advertisement

વીમા ક્ષેત્રમાં એફડીઆઇ રોકાણ 100 ટકા, દેશના દરેક જિલ્લામાં ડે કેર કેન્સર સેન્ટર, ફૂટવેર અને લેધર ક્ષેત્ર માટે ફોકસ પ્રોડકટ સ્કીમ બનશે

એસ.સી.-એસ.ટી. મહિલાઓને પ્રથમવાર ઉદ્યોગ શરૂ કરવા બે કરોડ સુધીની ટર્મ લોન

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારામને આજે તેમનું આઠમુ અને મોદી 3.0 સરકારનુ પ્રથમ પુર્ણ બજેટ રજુ કર્યુ હતું. આજે રજુ થયેલા બજેટને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીને લક્ષ્યમા લેનારૂ બજેટ ગણાવ્યુ હતુ. આ સાથે નાણામંત્રીએ કુલ રૂ. 50.65 લાખ કરોડનુ બજેટ રજુ કર્યુ હતુ. આજે રજુ થયેલા બજેટમા મધ્યમ વર્ગને ઇન્કમ ટેકસમા મોટી રાહત સાથે અલગ અલગ સેકટરમા પણ મહત્વની જાહેરાતો કરાઇ છે જેમા ખેડુતો માટે પ લાખ સુધીનુ ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પ્રારંભ, કપાસનુ ઉત્પાદન વધારવા ખાસ મિશન અને બિહારમા મખના બોર્ડની સ્થાપના જેવી જાહેરાતો કરાઇ છે. આ ઉપરાંત દાળની ઉત્પાદનમા ભારતને સ્વનિર્ભર બનાવવા 6 વર્ષના આત્મનિર્ભર મિશનની પણ જાહેરાત કરવામા આવી છે જે અંતર્ગત તુવેર, અડદ અને મસુર દાળને સમાવી લેવામા આવી છે.

ઉપરાંત ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અધુરા 1 લાખ જેટલા આવાસના બાંધકામ માટે રૂ. 1પ લાખ કરોડની ફાળવણી કરવામા આવી છે. યુવાઓને શિક્ષણ, ટેકનોલોજી અને આત્મનિર્ભર બનાવવા અલગ અલગ યોજનાઓની જાહેરાત કરવામા આવી છે જેમા આઇઆઇટીઓની ક્ષમતામા વધારો, પ નેશનલ સેન્ટર ઓફ એકશલન્સ ફોર સ્કીલીંગ, પ0 હજાર અટલ ટીન્કરીંગ લેબ, પ00 કરોડના ખર્ચે આઇટીફીશીયલ ઇન્ટેલીજન્સ માટે સેન્ટર ઓફ એકશલન્સ સ્થાપવાની જાહેરાત કરવામા આવી છે. મહીલાઓ માટે સક્ષમ આંગણવાડી અને પોષણ અભિયાનના બીજા તબકકાની જાહેરાત કરવામા આવી છે.

વિમા ક્ષેત્રમા અગાઉ 74 ટકાની જગ્યાએ હવે 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપવામા આવી છે જેને લીધે હવે મોટી વિદેશી કંપનીઓ પણ ભારતમા સીધુ રોકાણ કરી શકશે અને હરીફાઇ વધતા લોકોને સસ્તા ભાવે વિમો મળી શકશે. આરોગ્ય ક્ષેત્રે પણ અનેક જાહેરાતો કરી છે જેમા દેશના દરેક જીલ્લામા ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામા આવશે.

આ ઉપરાંત દેશની અંદર રહેલા બધા દરેક ગ્રામ્ય પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને બ્રોડબેન્ડ કનેકટીવીટીથી જોડવામા આવશે. આ ઉપરાંત આવશ્યક દવાઓમા 36 જેટલી અલગ અલગ મેડીસીનમા ડયુટી માફીની પણ જાહેરાત કરવામા આવી છે. આ ઉપરાંત પગરખા અને લેધર સેકટર માટે સ્પેશ્યલ ફોકસ પ્રોડકટ સ્કીમની જાહેરાત કરવામા આવી છે. ઉપરાંત મેક ઇન ઇન્ડીયા હેઠળ રમકડાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કલ્સ્ટર ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગ ઇકો સિસ્ટમ બનાવવાની જાહેરાત કરવામા આવી છે.

પરમાણુ ક્ષેત્ર માટે 20 હજાર કરોડની ફાળવણી
ગુજરાત મિરર, નવી દિલ્હી તા.1: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશને પરમાણુ હબ બનાવવા માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પરમાણુ ક્ષેત્ર માટે 20 હજાર કરોડ રૂૂપિયાનું બજેટ ફાળવ્યું છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે પરમાણુ ઉર્જા મિશન હેઠળ, 2047 સુધીમાં વિકસિત ભારત માટે 100 GW પરમાણુ ઉર્જા વિકસાવવામાં આવશે. આ માટે પરમાણુ ઉર્જા કાયદામાં સુધારો કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી કે સરકાર જહાજ નિર્માણ પર ભાર મૂકી રહી હોવાથી શિપબિલ્ડિંગ નાણાકીય સહાય યોજના ફરી શરૂૂ કરવામાં આવશે. જહાજ નિર્માણ જૂથોને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

Tags :
budgetbudget 2025indiaindia news
Advertisement
Advertisement