For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મા, માટી અને માનુશ પર કેન્દ્રિત બજેટ પેશ

11:45 AM Feb 01, 2024 IST | Bhumika
મા  માટી અને માનુશ પર કેન્દ્રિત બજેટ પેશ

નાણા પ્રધાને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહિલાઓ, શ્રમિકો અને ખેડૂત મતદારોને રિઝવવા કોઇ કસર ન રાખી: ગ્રામીણ અર્થતંત્ર, રોજગારીને વેગ આપવા શ્રેણીબધ્ધ પગલાં: બચત-રોકાણને પ્રોત્સાહન આપવા કેટલીય જાહેરાતો: કરવેરામાં રાહતનો નિર્દેશ

Advertisement

લોકસભાની ચુંટણી પહેલાનું છેલ્લું બજેટ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. બજેટમાં કરદાતાઓ, ખેડુતો અને કર્મચારીઓ માટે લોકપ્રિય જાહેરાતો કરવામાં આવી છે.મોંઘવારીથી પીડાતા મધ્યમ વર્ગને રાહત આપવા સરકારે કરમાળખામાં ફેરફાર કર્યો છે. સારવાર અને આરોગ્ય વીમો મોંઘો બનતા મેડિકલ પ્રીમિયમની ચુકવણી પર રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. તેવી જ રીતે મકાન ખરીદનારા ગ્રાહકોને કરગણતરીમાંથી રાહત અથવા વ્યાજ સબસીડીના સ્વરૂપે રાહત આપવા પ્રયાસ કરાયો છે.

ખેડુતોને રાહત આપવા પણ અનેક પગલા લેવાયા છે. આ ઉપરાંત ગ્રામીણ અર્થતંત્રમાં રોજગારીને પ્રોત્સાહન આપવાના પગલા લેવાયા છે. શહેરી વિસ્તારોમાં પણ મનરેગાની તર્જ પર નવી સ્કીમની જાહેરાત થઇ છે.કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અનેક યોજનાઓની જાહેરાત કરાઇ છે. જાડા ધાન્યના ઉત્પાદનને વેગ આપવા ટેકસના ભાવરૂપે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.ગત વર્ષે વડાપ્રધાને જાહેર કરેલી શ્રમિકો- કારીગરો માટેની વિશ્વકર્મા યોજનાને પણ મોટી ફાળવણી કરવામાં આવી છે.

Advertisement

નાના અને સુક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વિશેષ પગલા જાહેર કરાયા છે.બજેટમાં મહીલા મતદારોને આકર્ષવા વિશેષ પ્રયાસ કરાયો છે. ઉજજવલા યોજના તથા ક્ધયા શિક્ષણને પ્રોત્સાહન આપતી તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા નવી યોજનાની જાહેરાત થઇ છે. મહિલાઓને બચતમાં પ્રોત્સાહન આપવા વિશેષ છુટ આપવામાં આવી છે.આ ઉપરાંત સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ 8માં પગારપંચની રચનાની ખાતરી અપાઇ છે. જુની પેન્શન યોજના મામલે પણ મહત્વની જાહેરાત કરાઇ છે.

વચગાળાનું બજેટ એક રીતે મોદીના ત્રીજા કાર્યકાળમાં લેવાનારા આર્થિક પગલાની ઝાંખી કરાવે છે. નાણા પ્રધાને અર્થતંત્રની સુદ્રઢ સ્થિતિનો ચિતાર આપી આશા વ્યકત કરી છે કે ભારતનું અર્થતંત્ર ટુંકમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે.વર્તમાન વર્ષ 2023-24માં, મોદી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મૂડી ખર્ચ માટે 10 લાખ કરોડ રૂૂપિયાની ફાળવણી કરી હતી જેથી કરીને દેશમાં વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ શકે. મૂડી ખર્ચ માટે વચગાળાના બજેટમાં 12 લાખ રૂૂપિયા સુધીની જોગવાઈ કરી શકાય છે. તેનાથી રોજગારીની નવી તકો ઉભી થશે. સરકાર રેલવેના આધુનિકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. બજેટમાં લગભગ 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત થઇ છે.

મોરારજીની બરાબરી કરવા સાથે સીતારામનના નામે અનેક રેકોર્ડ

નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલા પણ ઘણા અનોખા રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. એવામાં વર્ષ 2019માં તેઓ ભારતના ઈતિહાસના પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા હતા. તેમણે 2019માં જ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું અને પ્રથમ બજેટ સાથે કેટલાક નવા રેકોર્ડ પણ બન્યા હતા.

1970 માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ મહિલાએ બજેટ રજૂ કર્યું હોય. 1970માં ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા અને નાણા મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા. તેમણે નાણામંત્રી તરીકે સંપૂર્ણ નાણા મંત્રાલય સંભાળ્યું ન હતું. તે મુજબ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા છે.

સીતારમણે 2019 માં નાણામંત્રી તરીકે જયારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે બ્રીફકેસની દાયકાઓ જૂની પ્રથાનો અંત લાવ્યા હતા. નિર્મલા સીતારમણ ખાતાવહીના રૂૂપમાં બજેટ લાવ્યા. ત્યારથી, બજેટ ફક્ત લાલ કપડાની ખાતાવહીમાં આવે છે, જેના પર રાષ્ટ્રીય પ્રતીક રહે છે.

ત્યારથી નિર્મલા સીતારમણ સતત નાણા મંત્રાલય સંભાળી રહી છે અને મોદી સરકારના તમામ બજેટ રજૂ કરી રહી છે. 2019 પછી, તેમણે 2020, 2021, 2022 અને 2023 માં બજેટ રજૂ કર્યું છે. હવે આ વર્ષે તે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ ચૂંટણી વર્ષ હોવાથી, આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કરશે. આ સાથે ઈતિહાસ રચાશે કે પહેલીવાર કોઈ મહિલા વચગાળાનું બજેટ રજૂ કરશે.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ 38 નાણામંત્રી રહ્યા છે. આઝાદી પછી ઈતિહાસમાં ઘણા ઓછા એવા નાણામંત્રી છે જેમને પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય. આ યાદીએ નિર્મલા સીતારમણની નામ સામેલ છે. આ ઉપરાંત મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા એકમાત્ર એવા નાણામંત્રી છે જેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. તેમજ છ બજેટ રજૂ કરનાર મંત્રીમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજી દેસાઈએ પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે બજેટ રજૂ કરતાની સાથે જ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈની બરાબરી પર આવી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement