For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યોગીનો વળતો ઘા, પેટાચૂંટણીની સમિતિમાંથી મૌર્યની બાદબાકી

12:03 PM Jul 19, 2024 IST | admin
યોગીનો વળતો ઘા  પેટાચૂંટણીની સમિતિમાંથી મૌર્યની બાદબાકી

ઉત્તરપ્રદેશના રાજકારણનો ગરમાવો ચરમસીમાએ

Advertisement

ઉત્તર પ્રદેશના રાજકરણમાં રવિવારથી જે રીતે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું હતું કે સરકાર અને સંગઠન બન્નેમાં ધરખમ ફેરફાર આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતના હિસ્સામાં આઠ ટકા અને 2019 સામે 29 બેઠકોના નુકસાનના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ ઉપરથી હટાવવામાં આવશે એવી અટકળો પણ ટીવી ચેનલો ઉપર જોવા મળી હતી. બુધવારે દેશની રાજધાની દિલ્હી અને રાજ્યના પાટનગર લખનઉમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. છેલ્લે સગઠન સર્વોપરી, સરકાર નહી એવી જાહેરાત કરનાર પ્રદેશ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવા સુધી વાત પહોચી છે.

પરિણામ પછી યોગી આદિત્યનાથની સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાથી તેમને બદલવા જોઈએ એવી માંગ ઉઠી રહી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કોઈના ઈશારે યોગીને હટાવવાની મુહિમ શરુ કરી હોવાનું માનવામાં આવે છે. આ અભિયાનમાં ચૌધરી પણ જોડાયા હતા. જોકે, 2017થી રાજ્યના મુખ્યમંત્રી રહેલા યોગી આદિત્યનાથ એક્શનમાં આવતા વિરોધીઓ અત્યારે સ્તબ્ધ થઇ ગયા છે.

Advertisement

સૌથી મહત્વનું છે કે આ ઘટનાક્રમ એવા સમયે થઇ રહ્યો છે જયારે ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી થવા જઈ રહી છે. આ બેઠકોમાં ભાજપનો દેખાવ નબળો રહે, કોંગ્રેેસ કે સપા ગઠબંધન કરી ફરીએકવાર ભાજપને પરાસ્ત કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જોકે, મુખ્યમંત્રી યોગીએ અત્યારે સમગ્ર ઘટનાનો દોર પોતાના હાથમાં લઇ લીધો છે. તેમણે કેબીનેટ બેઠક બોલાવી અને આ પેટાચૂંટણી માટે તેમણે 30 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. મોટાભાગના મંત્રીઓને સાથે રાખ્યા છે પણ નાયબ મુખ્યમંત્રીને આ સમિતિમાં સ્થાન નથી આપવામાં આવ્યું. આ સ્પષ્ટ કરે છે કે પોતાની સામે મોરચો માંડનાર મૌર્યથી યોગી નારાજ છે. આ પછી તરત જ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે બેઠક કરી. આ બેઠક બાદ એવી ચર્ચા શરૂૂ થઇ કે યોગી કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની તૈયારી કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement