જમીન મામલે ભાજપના ધારાસભ્યે શિવસેનાના નેતા સહિત બેને પોલીસ સ્ટેશનમાં જ ગોળી મારી
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ ઝઘડી પડ્યા. એવું કહેવાય છેકે બંને વચ્ચે જમીનને લઈને વિવાદ થયો હતો. તેની ફરિયાદ કરવા માટે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપ છે કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ત્યાં જ ફાયરિંગ કર્યું. જેમાં મહેશ ગાયકવાડ અને તેમનો એક સાથી ઈજાગ્રસ્ત થયા હતાં. બન્ને હાલત નાજુક ગણાવાય રહી છે.
ગણપત ગાયકવાડ અને મહેશ ગાયકવાડ વચ્ચે થયેલા વિવાદને લઈને ફરિયાદ દાખલ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. આ દરમિયાન વિધાયક ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ આ મામલો એક જમીન વિવાદ સાથે જોડાયેલો છે. જે ખુબ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. શુકરવારે મોડી સાંજે બંને વચ્ચે આ જમીનને લઈને વિવાદ થયો. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. ત્યાં પોલીસ સ્ટેશનમાં જ બંનેનો ઝઘડો શરૂૂ થઈ ગયો. પછી તો ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેની સાથે આવેલા લોકો પર ફાયરિંગ શરૂૂ કરી દીધુ.
ગણપત ગાયકવાડ તરફથી 5 ગોળીઓ છોડવામાં આવી જેમાં મહેશ ગાયકવાડ અને તેમનો એક સાથી ઘાયલ થયા છે. મામલો સત્તા પક્ષ સાથે જોડાયેલો હોવાથી પોલીસે પણ આ મામલે ગંભીરતા જોતા તપાસ શરૂૂ કરી દીધી છે. ફાયરિંગ મામલામાં ઋઈંછ દાખલ કરાઈ છે અને તપાસ ચાલુ છે.
આ ઘટના બાદ ઘાયલ મહેશને ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક બન્યા બાદ તેને રાત્રે 11 વાગ્યે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ મહેશ ગાયકવાડના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા.હવે સ્થિતિ એવી છે કે સમગ્ર હોસ્પિટલ સમર્થકોથી ભરાઈ ગઈ છે.