યુવાનોને લાભ, મહિલાઓને મલમ, મધ્યમ વર્ગને સાંત્વના
મોદી સરકાર-3.0નું બજેટ રજૂ કરતા નાણામંત્રી, ઇન્કમટેક્સની નવી પધ્ધતિમાં રૂા.17500નો ફાયદો,
એક કરોડ યુવાનોને માસિક 6 હજાર ઇન્ટર્નશિપ ભથ્થું, છાત્રોને 10 લાખ સુધીની લોન, મુદ્રા યોજનામાં લોન મર્યાદા 20 લાખ, ક્રેડિટ ગેરન્ટી સ્કિમ હેઠળ ઉદ્યોગોને 100 કરોડ સુધીની લોન
શોર્ટ ટર્મ (એક વર્ષ સુધી)ના કેપિટલ ગેઇનમાં પાંચ ટકા, લોંગ ટર્મમાં અઢી ટકા અને ઓપ્શન ટ્રેડિંગમાં બમણો ટેક્સ વધારો
સોના-ચાંદી- પ્લેટિનમમાં 9 ટકા સુધી ડ્યૂટી ઘટાડાઇ, લિથિયમ બેટરી, કેન્સરની 3 દવા, એક્સરે મશીનમાં ડ્યૂટી માફ, મોબાઇલમાં બેક કસ્ટમ ડ્યૂટીમાં 15 ટકાનો ઘટાડો
100 શહેરોમાં ઇન્ડસ્ટ્રિયલ ‘પ્લગ એન્ડ પ્લે’ પાર્ક
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે મોદી-3 સરકારનું વર્ષ 2024-25નું રૂા.48.21 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું. તેમાં આમ જનતાથી માંડી ઉદ્યોગો સુધી ખુશી ઓછી અને ગમ વધુ જેવો નીચોડ જોવા મળ્યો છે. કેન્દ્રના નવા બજેટમાં રિઝર્વ બેંક તરફથી મળેલી ડિવિડન્ડની રૂા.2.1 લાખ કરોડની રકમમાંથી ખેડુતો, યુવાનો અને મહીલાઓ માટેની વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જયારે ઇન્કમટેકસની નવી યોજનામાં જોડાય તેને રૂા.17500નો ફાયદો આપવાની જાહેરાત કરી છે. પરંતુ ઇન્કમટેકસની જુની યોજનાના ટેકસ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે.
આજ રીતે ઉદ્યોગોને કોઇ મોટી રાહત આપવામાં આવી નથી. કોર્પોરેટ ટેકસ યથાવત રાખવામાં આવ્યો છે. સોના ચાંદી અને પ્લેટીનમની ઇમ્પોર્ટ ડયુટીમાં 9 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. રિન્યુએબલ એનર્જીને પ્રમોટ કરવા માટે સોલાર પેનલમાં વપરાતા તમામ કેપીટલ ગુડઝ પર ઇમ્પોર્ટ ડયુટી માફ કરવામાં આવી છે.
વ્યાપાર - ઉદ્યોગ
આ ઉપરાંત ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ચામડામાંથી બનાવેલી પ્રોડકટ અને ઇલેકટ્રીક વાહનોમાં વપરાતી લિથિયમ બેટરીમાં ટેકસ ઘટાડયો છે. આરોગ્યક્ષેત્રે કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓ, એકસરે મશીન- પાર્ટસમાં કસ્ટમ ડયુટી માફ કરવામાં આવી છે. દેશમાં મોબાઇલ અને મોબાઇલ પાર્ટસનું ઉત્પાદન વધારવા માટે બેંક કસ્ટમ ડયુટી 15 ટકા ઘટાડવામાં આવી છે.
મોંઘવારીના ડોઝમાં ચાઇનાથી ઇમ્પોર્ટ થતા નોન બાયોડિગ્રેેડબલ પ્લાસ્ટીક પર 25 ટકા ડયુટી, ઘરેલુ ખાતર ઉદ્યોગને રક્ષણ આપવા એમોનિયમ નાઇટ્રેટડી કસ્ટમડયુટીમાં 10 ટકા વધારો કરવામાં આવ્યો છે.
રોકાણ સાથે સીધા સંકડાયેલા ક્ષેત્રમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં પાંચ ટકા, લોંગટર્મ કેપિટલ ગેઇનમાં અઢી ટકા અને સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસમાં બમણો વધારો કરી 0.06 ટકાના બદલે 0.10 ટકા કર્યો છે.
યુવાનો- મહીલાઓ
યુવાનોને આકર્ષવા નાણામંત્રીએ 20 લાખ સુધીની એજયુકેશન લોન રાહત વ્યાજે આપવા ઉપરાંત એક કરોડ યુવાનોને માસીક રૂા.6 હજાર ઇન્ટર્નશીપ ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. જયારે મહીલા છાત્રાઓ માટે ઉદ્યોગોના સહકારથી મહીલા હોસ્ટેલો અને શીશુ ગૃહો સ્થાપવાની તેમજ મોડેલ સ્કીલ યોજના હેઠળ મહીલાઓને રૂા.7.50 લાખ સુધીની લોન અપાશે.
ઔદ્યોગીક ક્ષેત્ર
ઉદ્યોગક્ષેત્રને મુદ્દા યોજના હેઠળ લોનની મર્યાદા રૂા.10 લાખથી વધારી રૂા.20 લાખ કરવા, ક્રેડીટ ગેરન્ટી સ્કીમ હેઠળ રૂા.100 કરોડ સુધીની લોન, દેશભરમાં 50 મલ્ટી પ્રોડકટ ફુડ એર રેડીએશન પ્લાન્ટ સ્થાપવાની તેમજ એમએસએમઇને એકસ્પોર્ટ માટે પીપીપી ધોરણે ઇકોમર્સ એકસપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરાઇ છે. દેશના 100 શહેરોમાં ‘પ્લગ એન્ડ પ્લે’ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા જાહેરાત કરાઇ છે.
મધ્યમ-નોકરીયાત વર્ગ
મધ્યમ અને નોકરીયાત વર્ગને બજેટમાં ખાસ મળ્યુ નથી પરંતુ નવી ઇન્કમટેકસ વ્યવસ્થામાં વાર્ષિક રૂા.17500નો ફાયદો અપાયો છે. જયારે જુની પધ્ધતીમાં સ્લેબ યથાવત રાખ્યો છે. ઉપરાંત નોકરીદાતા દ્વારા ઉઘરાવાતા એનપીએસના ખર્ચમાં 10ની જગ્યાએ 14 ટકા ડિડકશનની છુટ અપાઇ છે.
બજેટના મુખ્ય મુદ્દા
- પહેલી નોકરી માટે: 1 લાખ રૂૂપિયાથી ઓછો પગાર હોવા પર, EPFOમાં પહેલીવાર રજિસ્ટ્રેશન કરનાર લોકોને 15 હજાર રૂૂપિયાની મદદ ત્રણ હપ્તામાં મળશે.
- એજ્યુકેશન લોન માટે: જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી, તેમણે દેશભરના સંસ્થાનોમાં એડમિશન માટે લોન મળશે. લોનના 3 ટકા સુધી રૂૂપિયા સરકાર આપશે. તેના માટે ઈ વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે.
- સ્પેશિયલ સ્કીમ્સ રાજ્યો માટે: બિહાર અને આંધ્રપ્રદેશ: આંધ્ર પ્રદેશને 15 હજાર કરોડ અને બિહારને 41 હજાર કરોડ રૂૂપિયાની મદદ. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ
- ખેડૂતો માટે: 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.
- યુવાઓ માટે: મુદ્રા લોનની રકમ 10 લાખ રૂૂપિયાથી વધીને 20 લાખ રૂૂપિયા થઈ ગઈ છે. 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપનું વચન.
- મહિલાઓ અને છોકરીઓ માટે : મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂૂપિયાની જોગવાઈ
- સૂર્યધર ફ્રી વીજળી યોજના: 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી.
- મોબાઈલ ફોન સસ્તા થશે: મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટશે. મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણાં પર કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને 6% કરી
- નોકરિયાત માટે: સ્ટાર્ન્ડ ડિડક્શન રૂૂપિયા 50 હજારથી વધારીને 75 હજાર રૂૂપિયા કરવામાં આવ્યું. આ સિવાય 0 થી 3 લાખ રૂૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 7 લાખ રૂૂપિયા માટે 5%, 7 થી 10 લાખ રૂૂપિયા માટે 10%, 10 થી 12 લાખ રૂૂપિયા માટે 15%. 12 થી 15 લાખ સુધી 20%. 15 લાખથી વધુના પગાર પર 30 ટકા ટેક્સ લાગશે.
- શું સસ્તું થયું ?
- મોબાઇલ ચાર્જર- મોબાઇલ ફોન
- સોના-ચાંદીના ઘરેણાં
- સોલાર સેલ/સોલાર પેનલ
- કેન્સરની ત્રણ દવાઓ
- લિથિયમ બેટરી
- પ્લેટિનમમાંથી બનેલો સામાન
- ચામડાંમાંથી બનેલી પ્રોડક્ટ
- ઇલેક્ટ્રિક વ્હીકલ
- ઇમ્પોર્ટેડ જ્વેલરી
- કોપરથી બનેલ વાયર
- એક્સરે મશીન, મત્સ્ય પેદાશો
- શું મોંઘું થયું ?
- પીવીસી ફ્લેક્ષ બેનર
- ટેલિકોમ ઉપકરણો
- પ્લાસ્ટિકની વસ્તુઓ
- એમોનિયમ નાઈટ્રેટ (ઈમ્પોર્ટ)

- નવા કર્મચારીઓને પ્રથમ મહિનાનો પગાર સરકાર આપશે
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-2025 માટે તેમનું સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન નોકરી કરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવતા લોકોને પ્રથમ મહિનાનો પગાર આપશે. કર્મચારી અને એમ્પ્લોયર બંનેને મદદ પૂરી પાડવામાં આવશે. આ સિવાય સરકાર રોજગારના પ્રથમ 4 વર્ષમાં EPFOમાં પણ યોગદાન આપશે. આ અંતર્ગત સરકાર એમ્પ્લોયરને દર મહિને 3000 રૂૂપિયાની સહાય આપશે.લોકસભામાં 2024-25નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર એક મહિનાનું ઙઋ યોગદાન આપીને નોકરીના બજારમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને પ્રોત્સાહિત કરશે.