For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

800 કિલો બાજરીથી પીએમ મોદીની બનાવી અદભૂત તસવીર, 13 વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

12:12 PM Sep 16, 2024 IST | Bhumika
800 કિલો બાજરીથી પીએમ મોદીની બનાવી અદભૂત તસવીર  13 વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement

13 વર્ષની બાળકીએ PM મોદીની અનાજમાંથી અદભૂત તસવીર બનાવી અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ બાળકીનું નામ પ્રેસ્લી શેકીના હોવાનું સામે આવ્યું છે. શેકીનાએ 800 કિલો બાજરાના ઉપયોગથી વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શેકીનાએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પહેલા શુભેચ્છા આપવા માટે આ તસવીર બનાવી છે.

13 વર્ષની સ્કૂલ ગર્લ શેકીનાએ 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીનું પોટ્રેટ બનાવ્યું છે, આ માટે તેણે સતત 12 કલાક કામ કરવું પડ્યું હતું. શેકીનાએ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બાજરીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવી છે. પ્રેસ્લી શેકીના ચેન્નઈના કોલાપક્કમ વિસ્તારમાં રહેતા પ્રતાપ સેલ્વમ અને સંકિરાનીની પુત્રી છે. પ્રેસ્લી શેકીના 8મા ધોરણમાં અભ્યાસ કરે છે.

Advertisement

ANIના અહેવાલ મુજબ, શેકીનાએ 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને 600 સ્ક્વેર ફૂટમાં PM મોદીનું વિશાળ પોટ્રેટ બનાવ્યું હતું. શેકીનાહે સવારે 8.30 વાગ્યે કામ શરૂ કર્યું અને 8.30 વાગ્યે પૂરું કર્યું. આ માટે પ્રેસ્લીનું સન્માન કરવામાં આવ્યું છે. આ યુવતીનું નામ યુનિકો વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. યુનિકો વર્લ્ડ રેકોર્ડ્સે પ્રેસ્લી શેકીનાને વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ અને મેડલ એનાયત કર્યો હતો.

શેકીના તેના અનોખા રેકોર્ડ માટે દરેક રીતે ચર્ચામાં છે. શાળામાં વિદ્યાર્થીનીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ રેકોર્ડ બનાવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો આ છોકરીને અભિનંદન આપી રહ્યા છે. આ બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બનાવીને લોકોના દિલ જીતી લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો 74મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. વર્ષ 2023માં વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ઘણી યોજનાઓ લોન્ચ કરી હતી. જ્યારે વર્ષ 2022માં પીએમ મોદીએ અમદાવાદમાં 72 કિલોની કેક કાપી હતી. હવે આ વખતે પીએમ મોદી પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવે છે તે તો 17 સપ્ટેમ્બરે જ ખબર પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement