For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

70 વર્ષ લિવ-ઇનમાં રહ્યા પછી 95 વર્ષના વરરાજાના 90 વર્ષીય પાર્ટનર સાથે લગ્ન

05:57 PM Jun 05, 2025 IST | Bhumika
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી 95 વર્ષના વરરાજાના 90 વર્ષીય પાર્ટનર સાથે લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય રામા ભાઈ અંગારી અને 90 વર્ષીય જીવલી દેવીએ પરંપરાગત રીતરિવાજો સાથે લગ્ન કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું.

Advertisement

રામાભાઈ અને જીવલી દેવીના જીવનસાથીના સંબંધો સાત દાયકાથી મજબૂત હતા, પરંતુ તેઓએ ક્યારેય સામાજિક રીતે લગ્ન કર્યા નહીં. તેમના આઠ બાળકો અને ઘણા પૌત્ર-પૌત્રીઓ પણ છે. જ્યારે આ દંપતીએ સમાજની સામે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના બાળકોએ ખુશીથી તેનો સ્વીકાર કર્યો અને ભવ્ય લગ્નનું આયોજન કર્યું.1 જૂને હલધી અને લગ્નની વિધિ કરવામાં આવી હતી.

ત્યારબાદ 5 જૂને ગામમાં ડીજેના તાલે બિંદોરીની વિધિ કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેમના દીકરાઓ, પૌત્રો અને ગ્રામજનોએ નાચગાનમાં ભાગ લીધો હતો. બાદમાં રીતરિવાજ મુજબ સાત ફેરા લઈને વરરાજા બનેલા રામ અને જીવલીએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકાર્યા હતા. લગ્ન પછી એક સમુદાય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા ગામ લોકોએ ભાગ લીધો હતો.આ વૃદ્ધ દંપતીને ચાર પુત્રો અને ચાર પુત્રીઓ છે. સૌથી મોટો પુત્ર બખુ ખરાડી (60) ખેડૂત છે. શિવરામ (57), કાંતિલાલ (48) અને સુનિતા (53) સરકારી શિક્ષક છે, જ્યારે અનિતા (50) સરકારી નર્સ છે. પુત્ર લક્ષ્મણ લાલ (44) ખેડૂત છે. ત્રીજી પુત્રી જંતુનું 55 વર્ષની ઉંમરે અવસાન થયું, જ્યારે સૌથી નાની પુત્રી સીતાના લગ્ન વિશે કોઈ માહિતી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement