બોલિવૂડમાં 90 ટકા સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખરીદે છે
અમીષા પટેલે હાલમાં તેના એક ઇન્ટરવ્યુમાં બોલીવુડનાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઉઠાવીને એની પોલ ખોલી હતી. અમીષાએ કહ્યું હતું કે બોલીવુડમાં 90 ટકા સેલિબ્રિટીઓના સોશ્યલ મીડિયા ફોલોઅર્સ ખરીદેલા હોય છે. એજન્સીઓ સેલિબ્રિટીનો સંપર્ક કરે છે અને મોટી રકમ માગે છે. સાથે જ એના બદલામાં તેઓ લાખો ફોલોઅર્સ આપવાનું વચન આપે છે. એજન્સીએ અમારા બધાનો સંપર્ક કર્યો છે.
ઘણી સેલિબ્રિટીઓનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સના ફોલોઅર્સનો મોટો હિસ્સો પેઇડ હોય છે. આ ઑર્ગેનિક ફોલોઅર્સ નથી. મારી પાસે ઘણી વખત પૈસા માગવામાં આવ્યા છે, પરંતુ મેં હંમેશાં ના પાડી છે. મને મારા અસલી ચાહકો ગમે છે.
હું નથી ઇચ્છતી કે લોકો મને એટલા માટે ફોલો કરે કે મેં એના માટે પૈસા આપ્યા હોય. મારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ રિયલ છે. હું ક્યારેય કોઈ ફોટોશૂટ પોસ્ટ નથી કરતી. મારો ફોટો જેવો હોય છે એવો જ અપલોડ કરું છું. મારી તસવીરોમાં ર્ફેક્ટ કમ્પોઝિશન, કેપ્શન અને ફોન્ટ યોગ્ય નથી હોતાં. હું ઇચ્છું છું કે હું જેવી છું એવી જ દેખાઉં. પહેલેથી કંઈ પ્લાન્ડ નથી હોતું.