For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ

05:50 PM Jul 17, 2025 IST | Bhumika
9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ

રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને બીજો હુમલો આવ્યો હતો. ડોક્ટરોએ તેને ઈન્જેક્શન આપ્યા પછી તેને રેફર કરી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું.

Advertisement

અહેવાલ મુજબ, રાજસ્થાનના સીકરના દાંતામાં આદર્શ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી ધોરણ 4 ની વિદ્યાર્થિની પ્રાચી કુમાવતનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. શાળાના મુખ્ય શિક્ષક નંદકિશોરે જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. હાર્ટ એટેક પછી છોકરીનો લંચ બોક્સ નીચે પડી ગયો અને તે બેહોશ થઈ ગઈ. તે સમયે અમે બધા શાળા પરિસરમાં હતા. અમે તરત જ તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા.
તેમણે કહ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ બેહોશ થઈ જાય તે કોઈ નવી વાત નથી.

સામાન્ય રીતે બાળકો પાણી પીધા પછી સ્વસ્થ થઈ જાય છે. જોકે પ્રાચીની સ્થિતિ અલગ હતી. તેથી અમે તેને શાળાથી લગભગ 500 મીટર દૂર આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (ઈઇંઈ) લઈ ગયા. ત્યાં ડોક્ટરે તેની સંભાળ રાખી. શરૂૂઆતમાં તે ઠીક જણાતી હતી. તેમણે કહ્યું કે સીએસસી સ્ટાફે તેણીને સીકરની એક હોસ્પિટલમાં રિફર કરી અને સરકારી એમ્બ્યુલન્સમાં મૂકી. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન તેણીને ફરીથી હાર્ટ એટેક આવ્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement