ધનબાદમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ધસી પડતાં 9 શ્રમિકોનાં મોત, બચાવ કાર્ય ચાલુ
હજુ અનેક લોકો માટી નીચે દબાયેલા, ખનીજ માફિયાના દેખરેખ નીચે ખોદકામ ચાલુ હતું
ઝારખંડના ધનબાદથી એક મોટી દુર્ઘટનાની માહિતી મળી રહી છે. અહીંના કેશરગઢમાં ગેરકાયદેસર કોલસા ખાણ ધસી પડવાથી 9 કામદારોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. પ્રારંભિક માહિતી અનુસાર, કોલસા ખાણકામ દરમિયાન ખાણ ધસી પડવાથી મોટો અકસ્માત થયો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. કાટમાળ નીચે દટાયેલા કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ અકસ્માત બાઘમારા પોલીસ સ્ટેશન વિસ્તારના બ્લોક 2 માં થયો હતો. અહીં ગેરકાયદેસર રીતે કોલસા ખાણ ચલાવવામાં આવી રહી હતી, જેમાં ખાણ ધસી પડવાથી 9 કામદારોના મોત થયા છે. કાટમાળ નીચે ઘણા કામદારો દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ધારાસભ્ય સરયુ રાયે આ ઘટના અંગે ધનબાદના એસએસપીને જાણ કરી હતી, ત્યારબાદ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કાર્ય શરૂૂ કર્યું હતું. સરયુ રાયે પણ પોતાની પોસ્ટમાં આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ધારાસભ્ય સરયુ રાયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ધનબાદના જામુનિયા નામના સ્થળે ગેરકાયદેસર ખાણકામ ખાણ તૂટી પડવાથી આજે રાત્રે 9 કામદારોના મોત થયા છે. ગેરકાયદેસર ખાણકામ માફિયા મૃતકોના મૃતદેહોનો નિકાલ કરવામાં વ્યસ્ત છે. મેં આ અંગે તતા ઉવફક્ષબફમ ને જાણ કરી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચુંચુન નામનો ખાણકામ માફિયા પ્રભાવશાળી રક્ષણ હેઠળ ગેરકાયદેસર ખાણકામ કરી રહ્યો હતો.