For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંધ્રમાં કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 મજૂરોનાં મોત, 10ને ઇજા

06:19 PM Jul 14, 2025 IST | Bhumika
આંધ્રમાં કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 મજૂરોનાં મોત  10ને ઇજા

આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં રવિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માતમાં કેરીનો મોટો જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં નવ મજૂરોના મોત અને 10 અન્ય ઘાયલ થયા. આ ઘટના કડપા શહેરથી આશરે 60 કિમી દૂર પુલમપેટા મંડળના રેડ્ડી ચેરુવુ કટ્ટામાં બની હતી.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, કેરીના ટ્રક પર બેઠેલા મજૂરો ફળ નીચે કચડાઈ ગયા હતા જ્યારે ટ્રકે કાબૂ ગુમાવ્યો અને તળાવના બંધ પર પલટી મારી ગઈ. મૃતકોમાં પાંચ મહિલાઓ હતી. આ દુર્ઘટનામાં બચી ગયેલા ટ્રક ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી કે તેણે સામેથી આવતી કારને ટક્કર મારવાથી બચવા માટે કાબૂ ગુમાવ્યો હતો.

આ જૂથમાં અન્નમય જિલ્લાના રેલય કોદુરુ મંડલ અને તિરુપતિ જિલ્લાના વેંકટગિરી મંડળના 21 દૈનિક વેતન મજૂરોનો સમાવેશ થાય છે. તેઓ રાજમપેટા મંડલના એસુકાપલ્લી અને નજીકના ગામોના ખેતરોમાં કેરીઓ તોડવા માટે ગયા હતા અને અંદાજિત 30-40 ટનના ભારે ભાર સાથે રેલ્વે કોડુરુ માર્કેટ તરફ જતા હતા.
દસ ઘાયલ લોકોને શરૂૂઆતમાં રાજમપેટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કેટલાકને પછીથી અદ્યતન તબીબી સંભાળ માટે કડપામાં રિમ્સમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement