ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારમાં ટ્રક-જીપ, મોટર સાઈકલ અથડાતાં 9નાં મોત

11:32 AM Feb 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બિહારના કૈમુર જિલ્લામાં કાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ટ્રક, જીપ અને મોટરસાઇકલ વચ્ચેની અથડામણમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી ગામ પાસે જીટી રોડ પર બની હતી. મોહનિયાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ દિલીપ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે બે મહિલાઓ સહિત આઠ લોકોને લઈ જતી એક જીપે તે જ દિશામાં જઈ રહેલી મોટરસાઈકલને ટક્કર મારી. દિલીપ કુમારે કહ્યું, પટક્કર બાદ બંને વાહનો રોડની બીજી બાજુએ ખસી ગયા હતા જ્યાં એક ઝડપી ટ્રક તેમની સાથે અથડાઈ હતી.

Advertisement

આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર સહિત તમામ નવ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આ ભયાનક અથડામણમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્કોર્પિયોએ ટક્કર મારતા બાઇક સવારનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ઘટનાસ્થળે જ ટુકડા થઈ ગયા હતા.

Tags :
accidentBiharbihar newsdeathindiaindia news
Advertisement
Advertisement