ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કર્ણાટકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9નાં મોત

11:32 AM Jul 12, 2024 IST | admin
Advertisement

બેંગ્લોરથી તિરુપતિ જતી બસને ટ્રકે ટક્કર મારી, 15 ઘાયલ

Advertisement

કર્ણાટકના કોલારમાં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રકેએ પેસેન્જર બસને ટક્કર મારી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. કોલાર નજીક નરસાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બસ બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેના પરથી દુર્ઘટનાની તીવ્રતા સમજી શકાય છે. પેસેન્જર બસના ફુરચા ઉડી ગયા છે અને રસ્તા પર કાગળો વિખરાયેલા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વાહનવ્યવહારને અસર થઈ હતી જે પૂર્વવત થઈ હતી. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે.
કર્ણાટકમાં 24 કલાકમાં આ બીજી મોટી દુર્ઘટના છે. ગુરુવારે જ, મંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકામાં શ્રીરામનહલ્લી ગેટ પાસે કાર અને કેન્ટર વાહન વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર હોલાલકેરેથી મૈસુર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો.

Tags :
accidentdeathindiaindia newsjarnataknewskarnatak
Advertisement
Next Article
Advertisement