ચેન્નાઇ વીજમથકે કમાન તૂટતાં 9નાં મોત, 10ને ઇજા
બાંધકામ સ્થળે દુર્ઘટના: ઘાયલોની હાલત ગંભીર
ગઇકાલે નોર્થ ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એન્નોર) ના બાંધકામ સ્થળે એક મોટો અકસ્માત થયો. બાંધકામ હેઠળની કમાન તૂટી પડતાં નવ કામદારોના મોત થયા અને 10 અન્ય ઘાયલ થયા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આશરે 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન અનેક સ્થળાંતરિત કામદારો પર પડી. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો. ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને તેમને ખૂબ જ મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા હતા.
સૂત્રો અનુસાર, એક કામદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે, જ્યારે દસથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બધા ઘાયલોને તાત્કાલિક ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અવાડી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલુ છે, અને તપાસ શરૂૂ કરવામાં આવી છે.