For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં 9 કરોડ દર્દીઓને 5.68 લાખ ટન ઓક્સિજનની જરૂર

05:55 PM Feb 19, 2025 IST | Bhumika
ભારતમાં 9 કરોડ દર્દીઓને 5 68 લાખ ટન ઓક્સિજનની જરૂર

વિશ્ર્વમાં કોરોના જેવી કટોકટીમાં મેડિકલ ઓક્સિજનની અછત વર્તાઇ હતી: એનું પુનરાવર્તન ટાળવા અપીલ

Advertisement

સમગ્ર વિશ્વમાં મેડિકલ ઓક્સિજનની માંગ ઝડપથી વધી રહી છે. દર વર્ષે લગભગ પાંચ અબજ લોકોને પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન મળતો નથી. એકલા ભારતની વાત કરીએ તો અહીં 9 કરોડ દર્દીઓને 5.68 લાખ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂૂર છે. આ માહિતી ધ લેન્સેટ મેડિકલ કમિશનના રિપોર્ટમાં સામે આવી છે, જેમાં નિષ્ણાતોએ વિશ્વના તમામ દેશો અને ઓક્સિજન ઉત્પાદકોને કુલ 52 ભલામણો આપી છે અને ભવિષ્યમાં મહામારીથી બચવા માટે મેડિકલ ઓક્સિજનનો સમાવેશ કરવાની અપીલ કરી છે.

આ સાથે દરેક દેશને રાષ્ટ્રીય સ્તરે ઓક્સિજન ઉત્પાદન અંગેની નીતિ લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા અથવા કટોકટી ઉપરાંત, અસ્થમા, ગંભીર ઇજાની સ્થિતિ અને માતા-બાળકની સંભાળ માટે તબીબી ઓક્સિજન આવશ્યક છે, પરંતુ તે વિશ્વભરના લગભગ પાંચ અબજ લોકો માટે ઉપલબ્ધ નથી. ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત છે. એવો અંદાજ છે કે વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી તબીબી ઓક્સિજનના પૂરતા પુરવઠાના અભાવથી પ્રભાવિત છે.

Advertisement

કમિશને કહ્યું કે ઓક્સિજનનો અભાવ કોરોના દરમિયાન મૃત્યુનું એક મોટું કારણ બન્યું. ભવિષ્યના રોગચાળા માટે સમગ્ર વિશ્વમાં તબીબી ઓક્સિજન સજ્જતા મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.વર્ષ 2021 માં, કોરોનાની બીજી તરંગ એટલે કે ડેલ્ટા વેરિઅન્ટને કારણે, ભારતમાં ઓક્સિજનની અછત તીવ્ર બની હતી અને તેના કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા. કમિશનના રિપોર્ટમાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે કોવિડ-19 જેવી સ્થિતિને ફરીથી ન સર્જાય અને કોઈપણ સંભવિત રોગચાળા માટે તૈયારી કરવા માટે મેડિકલ ઓક્સિજનની પર્યાપ્તતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નિષ્ણાંતોએ કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં ગંભીર વાયરસ અને ચેપી રોગોનું જોખમ વધી રહ્યું છે ત્યારે આપણે અત્યારથી જ આ માટે તૈયાર રહેવાની જરૂૂર છે. ઘણા વાયરસમાં સંભવિત રોગચાળાની ક્ષમતાઓ હોવાનું દર્શાવવામાં આવ્યું છે જે ચિંતા પેદા કરે છે. આ અંગે પણ અગાઉથી તૈયારી કરવી જરૂૂરી છે.

ગરીબ દેશોમાં માત્ર ત્રણમાંથી એક વ્યક્તિને જીવનરક્ષક ગેસ મળે છે
સંશોધકોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં તબીબી ઓક્સિજનની જરૂૂર હોય તેવા 82 ટકા દર્દીઓ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. આમાંથી, શસ્ત્રક્રિયા દરમિયાન અથવા ગંભીર આરોગ્યની સ્થિતિમાં જ્યારે જરૂૂર પડે ત્યારે ત્રણમાંથી એક વ્યક્તિને જીવનરક્ષક ગેસ મળે છે. ઓછી ઉપલબ્ધતા, ઊંચા ખર્ચ જેવા કારણોને લીધે લગભગ 70 ટકા દર્દીઓ ઓક્સિજન મેળવી શકતા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement