સ્વતંત્રતા છીનવાઈ જવાના ડરથી 84 ટકા લગ્નથી ભાગે છે
90.10 ટકાને લગ્ન કરવા જ નથી અથવા મોડા કરવા છે : મનોવિજ્ઞાન ભવને 1242 લોકો પર કરેલા સરવેમાં નીકળેલા તારણોથી લગ્ન સંસ્કાર ખતરામાં
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંસ્કારને મહત્વના અને જવાબદારીના ભાગરૂપે ગણવામાં આવે છે. અને યોગ્ય સમયે દિકરો-દિકરી આ પવિત્ર ગ્રંથીથી જોડાય તેવું દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે. પરંતુ આજના ઝડપી યુગમાં યુવાનો જાણે આ જવાબદારી ઉપાડવાથી ભાગતા હોય તેવો ઘાટ સર્જીયો છે. અથવા મોડા-મોડા લગ્ન કરવા હોય જેથી વિવિધ બહાનો કાઢી રહ્યા છે. 90 ટકા યુવાનો લગ્નના બંધનમાં નહી જોડાવા અથવા મોડા લગ્ન કરવાનો વિચાર ધરાવે છે.
આવા વિચારો ધરાવતા લોકો વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સી દ્વારા અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શક હેઠળ ગેમોફોટિવયા વિશે 1242 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક ચોકાવનારા અને કેટલાક માનવામાં ન આવે તો અનેક રમુજી પ્રકારના તારણો સામે આવ્યા છે. 67.80% લોકોએ કહ્યું કે આજના યુવાનો લગ્નની જવાબદારી લેવા માગતા નથી, 63.60% લોકો એ કહ્યું કે લગ્ન વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્તિ માટે અડચણરૂૂપ બને છે, 70.20% લોકોએ કહ્યું કે લગ્ન કરવાથી તેને ફ્રીડમમાં અવરોધ આવશે 68.20% લોકોએ કહ્યું કે કેરિયરમાં એટલા વ્યસ્ત થતા જાય છે કે લગ્ન જેવા સામાજિક રિવાજને નકારે છે 74.40% લોકોએ કહ્યું કે યુવાનો અન્ય ના અનુભવને લગ્ન કરવાનું ટાળે છે 75.60% લોકોએ કહ્યું કે મનપસંદ પાત્ર ન મળવાને કારણે પણ યુવાનો લગ્ન કરવાનો ટાળે છે.
74.40% લોકોએ કહ્યું કે આર્થિક રીતે સમસ્યા ઉદ્ભવતી હોવાથી પણ લગ્ન નથી કરતા 73.60% લોકોએ કહ્યું કે લગ્ન પ્રત્યેના પૂર્વગ્રહો વ્યક્તિને લગ્ન ન કરવા તરફ પ્રેરે છે, 75.60% લોકો માને છે કે માતા-પિતાનું અસફળ લગ્નજીવન પણ યુવાનના લગ્ન પ્રત્યે અને નિર્ણય પર અસર કરે છે, 70.70% લોકોએ કહ્યું કે યુવાનો અન્ય પર વિશ્વાસ ન રાખી શકવાને કારણે પણ લગ્ન નથી કરતા, 65.40% લોકો એ કહ્યું કે આજકાલના યુવાનો પશ્ચિમી અનુકરણની ભાવનાથી પણ લગ્ન નથી કરતા, 76.40% લોકો માને છે કે લગ્નનો ભય એ આજના સમયમાં વધતો જોવા મળે છે, 84.70% લોકોએ કહ્યું કે વધુ પડતી સ્વતંત્રતાની ઈચ્છાઓ લગ્નના નિર્ણય ને અસર કરે છે, 81.80% લોકોએ કહ્યું કે ભૂતકાળના ખરાબ અનુભવ લગ્ન ન થવા માટે જવાબદાર છે, 62% લોકોએ કહ્યું કે પોતાના અસ્તિત્વ સમાપ્ત થઈ જશે એવા ભય ને કારણે પણ લગ્ન કરવાની ના જોવા મળે છે.