દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદ
જિલ્લા પંચાયતની 48માંથી 35, ગ્રામ પંચાયતની 40માંથી 30, નગરપાલિકાની 30માંથી 26 બેઠકોમાં ભાજપ બિનહરીફ જીતતા કોંગ્રેસ હાઈકોર્ટમાં
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (DNHDD) માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ (BJP) એ જંગી બિનહરીફ વિજય મેળવ્યો છે, જેના પગલે કોંગ્રેસ (Congress) એ પચૂંટણી હાઇજેકથ અને પષડયંત્રથ નો ગંભીર આરોપ મૂક્યો છે. ભાજપે જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની કુલ 122 બેઠકોમાંથી 91 બેઠકો (લગભગ 75%) પર બિનહરીફ જીત મેળવી છે, જ્યારે બાકીની બેઠકો પર બુધવારે (4 નવેમ્બર, 2025) મતદાન થયું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા ના જણાવ્યા મુજબ, પક્ષે નીચેની બેઠકો પર બિનહરીફ વિજય નોંધાવ્યો છે જેમાં જિલ્લા પંચાયત: 48 બેઠકોમાંથી 35 બેઠકો પર બિનહરીફ જીત, ગ્રામ પંચાયત: 44 બેઠકોમાંથી 30 બેઠકો પર બિનહરીફ જીત., નગર પાલિકા: 30 બેઠકોમાંથી 26 બેઠકો પર બિનહરીફ જીત., ભાજપે આ વિજયને પક્ષના કાર્યકરોની મહેનત અને લોકોના સંપર્કનું પરિણામ ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસે આ ચૂંટણીને પલોકશાહીની હત્યાથ ગણાવીને ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
