રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

80 વીઘા જમીન, 6 પ્લોટ, કાર-ટ્રેકટર, સોના-ચાંદી: મામેરાનો રેકોર્ડ

11:13 AM Mar 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

રાજસ્થાનના નાગૌરમાં અધધ 14 કરોડ રૂપિયાના મામેરાની દેશભરમાં ચર્ચા

 

રવિવારે રાજસ્થાનના નાગૌરમાં જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. રાજસ્થાનનો નાગૌર જિલ્લાના લોકો પોતે જ પોતાના મામેરાના રેકોર્ડ તોડી રહ્યાં છે. અત્યાર સુધીનું સૌથી મોટું મામેરું રાજસ્થાનમાં ભરાયું છે. નાગૌર જિલ્લામા મામેરું ભરવાનો આ રેકોર્ડ 14 કરોડના મામેરા સાથે તૂટ્યો છે.

હાલમાં જ નાગૌર જિલ્લાના એક ખેડૂતે તેની બહેનના બાળકોના લગ્નમાં લગભગ 14 કરોડ રૂૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ મિલકતમાં 80 વીઘા જમીન, 1 કરોડ રૂૂપિયાથી વધુની રોકડ, 6 પ્લોટ અને એક બોલેરો કારનો સમાવેશ થાય છે. આ મામેરાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

મેર્તા વિસ્તારના બેદાવાડી ગામમાં રહેતા રામલાલ ફદૌડા અને તુલછારામ નામના બે ભાઈઓ ખેડૂત છે અને અનાજ ખરીદવાનો વ્યવસાય પણ કરે છે. આ બંને વચ્ચે રામલાલને એક જ પુત્રી છે, જેનું નામ સંતોષ છે
અને તેના લગ્ન શેખાસણી ગામના રાજુરામ બેડા સાથે થયા હતા. જ્યારે સંતોષના બે બાળકોના લગ્ન થયા ત્યારે નાના રામલાલ અને તુલછારામ ફદોડાએ મળીને 13 કરોડ 71 લાખ રૂૂપિયાનું રેકોર્ડ તોડ મામેરું ભર્યું હતું.
મામેરા માટે એક અનોખી ભેટ આપવામાં આવી હતી, જેમાં એક થાળીમાં 1 કરોડ 31 લાખ રૂૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેરટા સિટીમાં 6 પ્લોટ, 80 વીઘા જમીન, એક બોલેરો કાર, 5 કિલો ચાંદી, 1.60 કિલો સોનું અને એક મેસી ટ્રેક્ટર પણ મામેરામાં સામેલ છે. આ 6 પ્લોટની કિંમત 5 કરોડથી વધુ છે જે આ મામેરાનું મહત્વ દર્શાવે છે.

મામેરામાં આપવામાં આવેલી 80 વીઘા જમીનની કિંમત અંદાજે 5 કરોડ રૂૂપિયા છે. આ ઉપરાંત બોલેરો કાર, સોના-ચાંદીના દાગીના, ટ્રેક્ટર અને 15 લાખ રૂૂપિયાના કપડાં પણ કલેક્શનમાં સામેલ છે. આ મામેરું બહેનના એમબીબીએસ અને એન્જિનિયરિંગના સંતાનોના લગ્નમાં આપવામાં આવ્યું છે. આ મામેરું માત્ર તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નથી, પરંતુ તે તેના પરિવારના પ્રેમ અને સમર્થનનું પણ પ્રતીક છે.

મામેરામાં આપવામાં આવેલી 80 વીઘા જમીનની કિંમત અંદાજે 5 કરોડ રૂૂપિયા છે, જે આ મામરાનું મહત્વ દર્શાવે છે. આ ઉપરાંત બોલેરો કાર, સોના-ચાંદીના દાગીના, ટ્રેક્ટર અને 15 લાખ રૂૂપિયાના કપડાં પણ કલેક્શનમાં સામેલ છે. આ મામેરું બે ભાણિયાના લગ્નમાં આપવામાં આવ્યું હતું, જેઓ એમબીબીએસ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ખાસ ભેટ છે.

મામેરા ભરવા માટે મોઘલ કાળથી જ નાગૌરની જાયલ તહસીલ પ્રસિદ્ધ છે. વર્ષ 2023 માં નાગૌરના ખીંવસર તહસીલના ઢીગસરા ગામના ચાર ભાઈઓએ પોતાની બહેનને 8 કરોડ 31 લાખનું મામેરું ભરી આપ્યું હતું. ભાગીરથ મેહરિયા, અર્જૂન મેહરિયા, પ્રહલાદ મેહરિયા તથા ઉમેદજી મેહરિયાએ બહેન ભવરીને 8 કરોડ 31 લાખનું મામેરું ભરી આપ્યું. આ અગાઉ નાગૌરમાં થોડા દિવસ પહેલા જ ડોલરથી સજેલી ચૂંદડી 3 કરોડ 21 લાખનું મામેરું ભરાયું હતું.

મામેરામાં શું શું આપ્યું?
1.31 કરોડ રોકડા
6 પ્લોટ મેટ્રો સિટીમાં
80 વીઘા જમીન
1 બોલેરો ગાડી
5 કિલો ચાંદી
1.6 કિલો સોનું
1 મેસી ટ્રેકટર

Tags :
indiaindia newsRajasthanRajasthan news
Advertisement
Advertisement