For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા

11:34 AM Mar 26, 2025 IST | Bhumika
હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના  7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશની હાઈકોર્ટમાં જજોની નિમણૂકને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગયા અઠવાડિયે સંસદમાં માહિતી આપી હતી કે 2018થી અત્યાર સુધીમાં છેલ્લા સાત વર્ષમાં દેશની વિવિધ હાઈકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જાતિમાંથી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ (sc), અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ માત્ર 5% છે. તે જ સમયે, લગભગ 12 ટકા ન્યાયાધીશો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી બનાવવામાં આવ્યા છે.

લોકસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝા દ્વારા આ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રીએ કહ્યું કે 2018થી દેશની વિવિધ હાઈકોર્ટમાં નિયુક્ત થયેલા 715 ન્યાયાધીશોમાંથી માત્ર 22 જ sc શ્રેણીમાંથી આવે છે. જ્યારે, STમાંથી 16 અને ઘઇઈ કેટેગરીના 89 આવે છે. આ સમયગાળા દરમિયાન 37 લઘુમતીઓને પણ જજ બનાવવામાં આવ્યા હતા.

Advertisement

કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે પણ સ્પષ્ટતા કરી હતી કે સરકાર ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 2018થી હાઈકોર્ટમાં જજો માટે કરવામાં આવેલી ભલામણોમાં ઉમેદવારોને તેમની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે. તે સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

કાયદા મંત્રીએ એ પણ જણાવ્યું કે સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરે છે કે ન્યાયાધીશોના પદ માટે ભલામણો કરતી વખતે sc, ST, ઘઇઈ, લઘુમતી સમુદાયો અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા પર ધ્યાન આપે, જેથી સામાજિક વિવિધતા સુનિશ્ચિત કરી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement