74 વર્ષના ડોસાએ 1.8 કરોડ દહેજ આપી 24 વર્ષની ક્ધયા સાથે કર્યા લગ્ન
દુલ્હા અને દુલ્હન વચ્ચે જ્યારે 50 વર્ષનો ઉંમરભેદ હોય ત્યારે એ લગ્ન કઈ રીતે નક્કી થયાં એનું કુતૂહલ તો સૌને રહેવાનું જ. ઇન્ડોનેશિયામાં પણ આવું જ થયું છે. 74 વર્ષના એક કાકાએ જસ્ટ 24 વર્ષની કુમળી ક્ધયા સાથે લગ્ન કર્યાં. તારમાન નામના કાકા અને શેલા અરીકા નામની ક્ધયાનાં લગ્ન થયાં ત્યારે કાકાએ જાહેર કર્યું હતું કે તેમણે ક્ધયાને ત્રણ અબજ ઇન્ડોનેશિયન રૂૂપિયા એટલે કે ભારતીય કરન્સીમાં 1.8 કરોડ રૂૂપિયા દહેજ તરીકે આપ્યા છે.
નવાઈની વાત એ હતી કે તેમણે મહેમાનોને પણ લગ્નમાં રિટર્ન ગિફ્ટ તરીકે કોઈ ચીજ નહીં પરંતુ 6000 રૂૂપિયા રોકડા આપ્યા હતા. જોકે લગ્ન દરમ્યાન ફોટોગ્રાફી કરી રહેલી ટીમે આરોપ લગાવ્યો હતો કે તેમને અડધું જ પેમેન્ટ મળ્યું છે, લગ્ન પતાવીને દુલ્હો-દુલ્હન ક્યાંક ભાગી ગયાં છે અને તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. આ વિવાદ વધ્યો એટલે તારમાન કાકાએ સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું કે અમે પતિ-પત્ની તરીકે સાથે જ છીએ અને મેં આપેલું દહેજ બેન્ક સેન્ટ્રલ એશિયા દ્વારા પ્રમાણિત હોવાથી એ સાચું છે. અમે હનીમૂન પર છીએ, ભાગી ગયાં નથી.