72 વર્ષનો વર, 27 વર્ષની ક્ધયા જોધપુરમાં યોજાયા શાહી લગ્ન
ચાર વર્ષ લિવ ઇનમાં રહયા બાદ યુક્રેનના યુગલે ભારતીય રીવાજ મુજબ ફેરા ફર્યા
રાજસ્થાનના જોધપુરમાં ફરી એકવાર વિદેશી મહેમાનો માટે શાહી લગ્ન યોજાયા. આ વખતે, ભારતીય પરંપરાઓથી પ્રેરિત યુક્રેનના એક યુગલે હિન્દુ વૈદિક રીતરિવાજો અનુસાર સાત પ્રતિજ્ઞાઓ લીધી. આ યુગલ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રભાવિત થઈને, તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું. હકીકતમા 72 વર્ષીય વરરાજા સ્ટેનિસ્લાવ અને 27 વર્ષીય દુલ્હન એન્હેલિના પહેલી વાર ભારતની મુલાકાતે આવી રહ્યા હતા.
તેઓ ભારતીય રીતરિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરને બદલે સૂર્યનગરી જોધપુરને તેમના લગ્ન માટે પસંદ કર્યું દુલ્હન એન્હેલિના ભારતીય રીતરિવાજો અને પરંપરાઓથી ખૂબ પ્રભાવિત હતી, તેથી તેણીએ દરેક પરંપરાનું પાલન કર્યું. જોધપુર હંમેશા વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેની સ્થાપત્ય ભવ્યતા, મેહરાનગઢ કિલ્લો અને રંગબેરંગી બજારો પ્રવાસીઓને મોહિત કરે છે. આ જ કારણ છે કે ઘણા વિદેશીઓ અહીં લગ્ન કરવાનું પસંદ કરે છે.