બિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુ
બિહારની રાજધાની પટનામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે લોકોએ પોતાના ઘરોમાં ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.
પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના રવિવારે રાત્રે મસોધી વિસ્તારમાં નૂરા પુલ પાસે થઈ હતી.
મસૌરી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) વિજય કુમારે જણાવ્યું હતું કે, નૂરા પુલ પાસે એક ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટક્કર રવિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે થઈ હતી. જેના કારણે ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
એસએચઓએ કહ્યું કે પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી નથી. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દુર્ઘટનાનું કારણ પણ જાણવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ, યુપીમાં એક માર્ગ અકસ્માત થયો હતો.
જ્યાં મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓની બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. જેના કારણે 18 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં 12ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.