મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક કાર અને મોટરસાઇકલ ભયંકર રીતે ટકરાઈ છે. આ ટક્કરમાં સાત લોકોના મોત થયા છે.
કાર અને મોટરસાઇકલ વચ્ચે ટક્કરમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
પોલીસે જણાવ્યું કે બુધવારે મોડી રાત્રે ડિંડોરી શહેર નજીક આ અકસ્માત થયો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને રાત્રે 11.57 વાગ્યે વાણી-ડિંડોરી રોડ પર એક નર્સરી પાસે માર્ગ અકસ્માતની માહિતી મળી હતી.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બંને વાહનો રસ્તાની બાજુમાં એક નાના નાળામાં પડેલા મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી.