67 વર્ષનો સન્ની 34 વર્ષની હિરોઇન સાથે રોમાન્સ કરશે
11:02 AM Oct 14, 2025 IST | Bhumika
‘સૂર્યા’ નામની એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ
Advertisement
સની દેઓલ બોર્ડર-2 અને રામાયણ પછી સૂર્યા નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગની તસવીરો અને વિડિયો લીક થયાં છે. એ ઍક્શન ફિલ્મ છે અને એમાં 67 વર્ષનો સની દેઓલ તેનાથી 33 વર્ષ નાની 34 વર્ષની પ્રજ્ઞા જાયસવાલના હીરો તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં પ્રજ્ઞા એક ઇમોશનલ યુવતીનો રોલ કરી રહી છે. પ્રજ્ઞા આ પહેલાં ડાકુ મહારાજ અને ખેલ ખેલ મેં જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
Advertisement
Advertisement