For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા; કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે

11:16 AM Jul 22, 2025 IST | Bhumika
નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા  કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે

12 નોમિનેટેડ MP પણ મત આપશે, 20 સાંસદોની સહીથી ચૂંટણીમાં નામાંકન થશે

Advertisement

જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ દેશમાં તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. દરેકના મનમાં ઘણી બધી વાતો ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી તેમનું કામ કોણ જોશે, સરકાર પર તેની શું અસર પડશે? આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બની શકે છે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર કોઈને પણ ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે છે કે તેની પાછળ કોઈ નિયમો અને કાયદા હશે.

જગદીપ ધનખડના રાજીનામા પછી બંધારણીય નિયમો અનુસાર, ચૂંટણી પંચ ટૂંક સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયા શરૂૂ કરશે. ત્યાં સુધી હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારીઓ સંભાળશે. આ પ્રક્રિયા બંધારણની કલમ 66 અને 68 હેઠળ સરળતાથી પૂર્ણ થશે, જેથી કોઈ બંધારણીય કટોકટી ઊભી ન થાય.

Advertisement

કલમ 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરે છે. આ કલમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણી મંડળ અને લાયકાતોને વ્યાખ્યાયિત કરે છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના તમામ સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે.

જ્યારે ઉપરાષ્ટ્રપતિના પદ પર ખાલી જગ્યા હોય છે, ત્યારે ચૂંટણીના સમય અને નવા ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે નિયમો અને વિનિયમો હોય છે. જેમાં જો ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની સમાપ્તિને કારણે ખાલી જગ્યા થાય છે, તો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી પૂર્ણ કરવી પડશે. જો અચાનક ખાલી જગ્યા એટલે કે મૃત્યુ, રાજીનામું, દૂર કરવા અથવા અન્ય કોઈ કારણોસર ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે, તો ખાલી જગ્યા પછી શક્ય તેટલી વહેલી તકે નવી ચૂંટણી યોજવામાં આવશે.

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય રીતે બે મહિનાની અંદર થવી જોઈએ. આવી સ્થિતિમાં હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્ય કારણોસર જગદીપ ધનખડના રાજીનામા પછી હવે સરકારે 20 સપ્ટેમ્બર 2025(લગભગ 60 દિવસ) સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવી પડશે.

કલમ 66 શું છે ? આ કલમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી મંડળ અને લાયકાતોને વ્યાખ્યાયિત કરે છે. ધનખડના રાજીનામા પછી, નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કલમ 66 હેઠળ કરવામાં આવશે. ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને પ્રક્રિયા શરૂૂ કરશે અને સંસદ ભવનમાં ગુપ્ત રીતે મતદાન થશે. આ કલમ ખાતરી કરે છે કે ઉપરાષ્ટ્રપતિ લોકશાહી, ન્યાયી અને બંધારણીય પ્રક્રિયા દ્વારા ચૂંટાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement