કોમર્સિયલ પ્રમોશનલ કોલ માટે 6 અંકોના નંબર અપાશે
વધી રહેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતોના સચિવે 12 સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી છે. સરકારે કહ્યું કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલાથી સંબંધિત 1.4 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે 10-અંકના નંબરને બદલે 6-અંકના સીરીયલ નંબરો શરૂૂ કરવા જણાવ્યું છે.
મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દૂરસંચાર વિભાગે એસ્ટ્રા નામનું અઈં/ખક આધારિત એન્જિન તૈયાર કર્યું છે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનને શોધી શકશે. 1.40 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે જે ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન સાથે જોડાયેલા હતા અથવા સાયબર ક્રાઈમ અથવા છેતરપિંડી સાથે જોડાયેલા હતા. સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ્સ માટે 10-અંકના નંબરને બદલે 6-અંકની શ્રેણી નંબરો શરૂૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, નાણાકીય સંસ્થાઓને પણ જાગૃતિ અભિયાન ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે 35 લાખ મુખ્ય સંસ્થાઓ શોધી કાઢી છે જેઓ બલ્ક એસએમએસ મોકલે છે. આમાંથી 19,776 એકમો જે નકલી જખજ મોકલતી હતી તેમને બ્લેકલિસ્ટ અને બ્લોક કરી દેવામાં આવી છે. ઉપરાંત, 30,700 જખજ હેડર અને 1,95,766 જખજ નમૂનાઓ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એપ્રિલ 2023 થી પ્રખાર્પણ પોર્ટલ દ્વારા 3.08 લાખ સિમ અને 50,000 ઈંખઊઈં બ્લોક કરવામાં આવ્યા છે.