દાગી જસ્ટિસ વર્મા સામે 6 બાર એસો.નો મોરચો
ગુજરાત હાઈકોર્ટ, કેરળ હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટ, લખનૌ બાર એસોસિએશન, અલ્હાબાદ હાઈકોર્ટ સહિત છ બારના વડાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને પત્ર લખીને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ટ્રાન્સફર ઓર્ડર પર સ્ટે માંગ્યો છે, જેમના ઘરેથી મોટી રકમ મળી આવી હતી. પત્રમાં, એસોસિએશને વર્માના 30, તુગલક ક્રેસન્ટ નિવાસસ્થાનમાંથી રોકડ વસૂલાત સંબંધિત કેસમાં જવાબદારી અને યોગ્ય તપાસની માંગ કરી છે. વધુમાં, પત્રમાં વિનંતી કરવામાં આવી છે.
કે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયના અહેવાલને સાર્વજનિક કરવામાં આવે અને ન્યાયાધીશોની જવાબદારી નક્કી કરવામાં આવે. બાર એસોસિએશને ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વિનંતી કરી છે કે તેઓ જસ્ટિસ વર્માની ટ્રાન્સફર પાછી ખેંચી લે અને પહેલાથી જ પાછી ખેંચી લેવાયેલી ન્યાયિક કામગીરી ઉપરાંત તમામ વહીવટી કામગીરી પાછી ખેંચી લે.
દરમિયાન એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની આ કેસમાં એન્ટ્રી થઈ છે. ગ્રોકે જવાબ આપ્યો છે કે, જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રકમ ભારતી એરટેલ તરફથી મળેલી લાંચની રકમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માએ દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલને 5400 કરોડ રૂૂપિયાનો ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને 15 કરોડ રૂૂપિયાની લાંચ મળી હોવાનું કહેવાય છે. આ મુદ્દે હાલમાં પણ કોઈ નક્કર તથ્યો સામે આવ્યા નથી.