ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસ

11:01 AM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

જીએસટી સિસ્ટમ હજુ જટિલ અને અપૂરતી: ખડગેનો પ્રહાર

Advertisement

આજથી લાગુ થનારી નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પ્રણાલીને કોંગ્રેસે માત્ર મલમપટ્ટી ગણાવી છે અને આરોપ લગાવ્યો છે કે આ સુધારા અપૂરતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સુધારાઓને ભારતના વિકાસને વેગ આપનારા ગણાવ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ સરકારની આલોચના કરી છે.

બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના સરળ અને અસરકારક જીએસટીના બદલે, તમારી સરકારે નવ અલગ-અલગ સ્લેબના સ્વરૂૂપમાં ગબ્બર સિંહ ટેક્સ લાદ્યો છે અને આઠ વર્ષમાં 55 લાખ કરોડ રૂૂપિયાથી વધુની વસૂલાત કરી છે. હવે 2.5 લાખ કરોડના બચત ઉત્સવની વાત કરીને કેન્દ્ર સરકાર લોકોને માત્ર મલમપટ્ટી લગાવી રહી છે.

જનતા ક્યારેય ભૂલશે નહીં કે, તમે તેમના દાળ-ચોખા-અનાજ, પેન્સિલ, પુસ્તકો, સારવાર અને ખેડૂતોના ટ્રેક્ટર - દરેક વસ્તુ પર સૌથી વધુ જીએસટી વસૂલ્યો છે. તમારી સરકારે જનતાની માફી માંગવી જોઈએ! સરકારે જે જીએસટી સિસ્ટમ લાગુ કરી છે તે જટિલ છે અને તેનાથી સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યો છે. સરકારે ઊંચા ટેક્સ દ્વારા લોકો પાસેથી મોટી રકમ વસૂલી છે અને હવે થોડી રાહત આપીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ જીએસટી સુધારાઓને અપૂરતા ગણાવ્યા છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે કાપડ, પર્યટન, નિકાસકારો અને કૃષિ સંબંધિત ક્ષેત્રોની સમસ્યાઓને પણ હલ કરવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે. રમેશે રાજ્યોને વીજળી, આલ્કોહોલ, પેટ્રોલિયમ અને રિયલ એસ્ટેટ જેવી વસ્તુઓને જીએસટી હેઠળ લાવવા માટે પ્રોત્સાહિત કરવાની વાત પણ કરી છે.

Tags :
Congressindiaindia newspolitcal newsPolitics
Advertisement
Next Article
Advertisement