For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

55 કિ.ગ્રા. વજનની વિનેશને 50 કિ.ગ્રા. કેટેગરીમાં રમવાની ફરજ પડી?

01:11 PM Aug 09, 2024 IST | Bhumika
55 કિ ગ્રા  વજનની વિનેશને 50 કિ ગ્રા  કેટેગરીમાં રમવાની ફરજ પડી
Advertisement

બ્રિજભૂષણ સામે મોરચો ખોલ્યા બાદ સમીકરણો બદલાયા હતા

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તે 50 કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

વિનેશ ફોગાટની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાં થાય છે. તેના નામે ઘણા મેડલ છે. તે માત્ર 50 કિગ્રા અને 53 કિગ્રા કેટેગરીમાં જ લડી રહી છે અને કોણ જાણે, જો નિયમો વિશે સ્પષ્ટતા હોત તો તેણે પેરિસ ઓલિમ્પિકમાં પણ 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લીધો હોત. આ વર્ષે માર્ચમાં વિનેશના નિવેદન બાદ આ સવાલો ઉઠી રહ્યા છે.વિનેશ ફોગાટે 2016 રિયો ઓલિમ્પિકમાં 48 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો. આ તેની પ્રથમ ઓલિમ્પિક્સ હતી. 2018માં તેણે એશિયન ગેમ્સમાં 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો, પરંતુ બરાબર એક વર્ષ પછી, તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ફેરફારનું કારણ વજનમાં ફેરફાર હતો, જેનાથી તે સંઘર્ષ કરી રહી હતી.

વારંવાર વજન ઘટાડવાના સંઘર્ષથી બચવા માટે, વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ પછી 53 કિગ્રા વર્ગમાં કુસ્તીબાજ બનવાનું નક્કી કર્યું. તેણે 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ ઠઋઈંના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યા બાદ અને ઈજાને કારણે તેની વાપસી અટકાવી દેવામાં આવી હતી.એશિયન ગેમ્સ પછી ફોગાટે 53 કિગ્રા વર્ગમાં લડવાનું નક્કી કર્યું હતું. તે સમય દરમિયાન, અંતિમ પંઘાલે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે પછી તેનો ભારત માટે પેરિસ ઓલિમ્પિક માટે 53 કિગ્રા વર્ગમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. ભારતીય રેસલિંગ ફેડરેશનના અગાઉના નિયમોએ આખરે પેરિસ ઓલિમ્પિક માટે પંઘાલને લીલી ઝંડી આપી દીધી હતી.આ પછી, ફોગાટ મૂંઝવણમાં હતી, કારણ કે તે સમયે દેશમાં કુસ્તી એક એડ-હોક સમિતિ દ્વારા ચલાવવામાં આવતી હતી. સમિતિએ વચન આપ્યું હતું કે 53 કિગ્રા વર્ગ માટે ટ્રાયલ થશે. પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી અને સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ એડહોક કમિટિનો નિર્ણય તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.વિનેશ ફોગાટનું માનવું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા 53 કિગ્રા વર્ગમાં તેની સહભાગિતાની ખાતરી આપશે નહીં. જો આવું થાય તો ફોગાટ 50 કિગ્રા અથવા 57 કિગ્રામાં ભાગ લઈ શકી હોત. વિનેશે 50 કિલો વર્ગ પસંદ કર્યો. આ એ વર્ગ હતો જેનો ભાગ ફોગાટ છેલ્લે વર્ષ 2018માં હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement