કમ્બોડિયામાં કેદ 5000 ભારતીયો દ્વારા 500 કરોડનું સાયબર ક્રાઇમ
05:46 PM Mar 29, 2024 IST
|
Bhumika
Advertisement
સાયબર ફ્રોડથી બેન્ક ખાતા કે અન્ય રીતે નાણા મેળવવાની સતત વધતી ગુન્હાખોરીમાં એક નવા પ્રકારની સાયબર ક્રાઈમ મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. આશરે 5000 જેટલા ભારતીયોને કમ્બોડીયા, સાયબર-સ્લેવરી (ગુલામી)માં કેદ કરી તેમના મારફત ભારતમાં રૂૂા.500 કરોડનું સાયબર ક્રાઈમ કરાયું હોવાનો ધડાકો થતા જ વિદેશ મંત્રાલય એકશનમાં આવી ગયું છે.
Advertisement
આ 5000 ભારતીયોને મુક્ત કરાવવાનું ઓપરેશન બહુ જલ્દી હાથ ધરાશે. એક અહેવાલ મુજબ 5000થી વધુ ભારતીયો કમ્બોડીયામાં ફસાયા છે. તેઓને ગેરકાનુની રીતે આ દેશમાં રખાયા છે અને તેની પાસે હવે ભારત સહિતના દેશોમાં ઓનલાઈન સાયબર ક્રાઈમ કરવામાં આવી રહ્યું છે.આ તમામ છેલ્લા છ માસથી કમ્બોડીયામાં કેદ છે અને તેમના મારફત રૂૂા.500 કરોડના સાયબર ક્રાઈમને અંદાજ અપાયા છે. આ અંગે કેન્દ્રના ગૃહ, વિદેશ તથા આઈટી મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી.
Next Article
Advertisement