For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

5000 નકલી વિઝા બનાવી 300 કરોડની છેતરપિંડી આચરી, 8 લોકોની ધરપકડ

11:17 AM Sep 16, 2024 IST | admin
5000 નકલી વિઝા બનાવી 300 કરોડની છેતરપિંડી આચરી  8 લોકોની ધરપકડ

16 નેપાળી અને બે ભારતીય પાસપોર્ટ તથા 30 વિઝા સ્ટીકર્સ, સ્ટેમ્પ જપ્ત'

Advertisement

દેશમાં 300 કરોડ રૂૂપિયાના વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સૌથી મોટા સ્કેમમાં 5000 નકલી વિઝા બનાવવા માટે પોલીસે છને દબોચી લીધા છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વિડીશ વિઝા પર ઇટાલી જઇ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો, તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી.

સંદીપે આપેલી માહિતી પરથી દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ચાર થી પાંચ હજાર નકલી વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં અને 300 કરોડ રૂૂપિયાની કમાણી કરવામાં આવી હતી. સંદીપે જણાવ્યું હતું કે તેણે આસીફ અલી નામના એજન્ટ પાસેથી 10 લાખ રૃપિયા ચુકવીને નકલી વિઝા મેળવ્યા હતાં. આ માહિતી મળ્યા પછી પોલીસે આસીફ અલી અને તેના સાથીઓ શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી. શિવા ગૌતમે આપેલી માહિતીને આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટ બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ બંનેની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલા એક ફેક્ટરીમાં વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતાં. આ ફેકટરીનું સંચાલન મનોજ મોંગા નામની વ્યકિત દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ પોલીસે તિલક નગરની આ ફેક્ટરીમાં દરોડા પાડીને મનોજ મોંગાની ધરપકડ કરી હતી. તે ગ્રાફીક ડિઝાઇનમાં ડિપ્લોમાં કર્યુ છે. મનોજ પાંચ વર્ષ પહેલા જયદીપ સિંહ નામની વ્યકિતને મળ્યો હતો અને તેણે નકલી વિઝા બનાવવામાં પોતાના ગ્રાફીક ડિઝાઇનના જ્ઞાાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement