For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિવાઇડર સાથે અથડાઇ બસ, પાછળથી આવતી કાર ઘૂસી જતાં 5 જીવતા સળગી ગયા

06:32 PM Feb 12, 2024 IST | Bhumika
ડિવાઇડર સાથે અથડાઇ બસ  પાછળથી આવતી કાર ઘૂસી જતાં 5 જીવતા સળગી ગયા

મથુરાના મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક ડબલ ડેકર સ્લીપર બસ કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બંને વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, આગ્રાથી નોઈડા જઈ રહેલી ખાનગી બસ ડિવાઈડર સાથે અથડાઈ, કાબૂ બહાર ગઈ અને રોડ પર ખાબકી ગઈ. દરમિયાન પાછળથી આવી રહેલી સ્વીફ્ટ કારે તેને ટક્કર મારી હતી. ટક્કરથી બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી. આ આગમાં કાર પણ સળગી ગઈ હતી. કારમાં બેઠેલા પાંચ લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. આગમાં કારની અંદર પાંચેય લોકોના મોત થયા હતા.

અકસ્માત બાદ બસ અને કાર સળગવા લાગી હતી. બસના મુસાફરો કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ કારમાં મુસાફરી કરી રહેલા લોકોને મોકો મળ્યો ન હતો. તેને કારની અંદર જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ડબલ ડેકર બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને ઈજા થઈ છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીએમ અને એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા.

Advertisement

હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે. જજઙએ કહ્યું- આ દુર્ઘટના આજે સવારે મહાવન પોલીસ સ્ટેશનના આગરા-નોઈડા ટ્રેક પર માઈલસ્ટોન 117 પાસે થઈ હતી. ટાયર પંકચર થવાને કારણે બસ કાબૂ બહાર ગઈ હતી, જ્યારે પાછળથી એક સ્વિફ્ટ કાર તેની સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી.આગ એટલી વિકરાળ હતી કે કાર સવારો બહાર નીકળી શક્યા ન હતા. દાઝી જવાથી 5 મુસાફરોના મોત થયા છે. બસના કેટલાક મુસાફરો પણ ઘાયલ થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement