For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માઇક્રોસોફ્ટમાં ખામીના કારણે 5 હજાર કરોડનું નુકસાન

04:37 PM Jul 20, 2024 IST | admin
માઇક્રોસોફ્ટમાં ખામીના કારણે 5 હજાર કરોડનું નુકસાન

ગઇકાલે વિશ્ર્વભરમાં પાંચ હજારથી વધુ ફ્લાઇટ રદ થઇ, હજુ પણ સમસ્યા યથાવત

Advertisement

માઈક્રોસોફ્ટના સર્વરમાં શુક્રવારે સર્જાયેલી ખામીના કારણે વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સથી લઈને ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અનેક ઉદ્યોગોમાં કામકાજ ખોરવાયું હતા અને જનતા મુશ્કેલીમાં મુકાઈ હતી. માઈક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીનો 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આ ખામી સંપૂર્ણ રીતે દૂર નથી થઈ. બીજી તરફ આ ખામીના કારણે વિશ્વભરમાં અબજો રૂૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકલા માઈક્રોસોફ્ટને જ લગભગ 5 હજાર કરોડ રૂૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નુકસાન ખરબો રૂૂપિયાનું છે. અન્ય એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી બાદ થોડા જ કલાકોમાં 18 બિલિયન ડોલર (લગભગ 15 અબજ રૂૂપિયા)નું નુકસાન વેઠવું પડ્યું છે.

જોકે, હજુ સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. આ સમસ્યા દૂર થયા બાદ જ નુકસાનની તસવીર સ્પષ્ટ થઈ શકશે.
બીજી તરફ આ ખામીની અસર શનિવારે પણ નજર આવી રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને જણાવ્યું કે આની અસર વીકેન્ડ પર પણ રહી શકે છે. એરલાઈન્સે મુસાફરોને કહ્યું કે, એરપોર્ટ માટે નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું. તેના માટે કંપનીએ એક લિંક પર શેર કરી છે, જેમાં પીએનઆર સહીત બીજી ડિટેલ્સ ટાઈપ કરીને ફ્લાઈટનું સ્ટેટસ જાણી શકાય છે.
એરપોર્ટ પર તમામ એરલાઈન્સ સિસ્ટમે સરળતાથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે.

Advertisement

આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે આપી છે. મંત્રાલયે કહ્યું કે, સવારે 3:00 વાગ્યાથી એરપોર્ટ્સ પર એરલાઈન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂૂ કરી દીધુ છે. ફ્લાઈટ સંચાલન હવે સરળતાથી ચાલી રહ્યું છે. જો કે, ગઈકાલની ખામીના કારણે થોડો બેકલોગ છે, પરંતુ તેને ધીમે-ધીમે દૂર કરવામાં આવી રહ્યો છે. આજે બપોર સુધીમાં તમામ પરેશાની દૂર થઈ જશે.

શુક્રવારે આવેલી આ ખામીના કારણે વિશ્વભરના એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ્પ થઈ ગઈ હતી. લગભગ 5 હજાર ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ હતી. ભારતમાં 300 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. જેમાં એકલા ઈન્ડિગોની જ 250થી વધુ ફ્લાઈટ્સ સામેલ હતી. સ્પાઈસ જેટની એક પણ ફ્લાઈટ કેન્સલ નહોતી થઈ. એરલાઈન્સે આ અંગે એક્સ પર પોસ્ટ પણ કરી છે. તેમાં ણયજ્ઞિ ભફક્ષભયહહફશિંજ્ઞક્ષત લખ્યું છે. શનિવારે કોઈપણ એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ થવા અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે, તમે એરપોર્ટ પર વધુ સમય લઈને આવો.

Advertisement
Tags :
Advertisement
Advertisement