For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજીના દરબારમાં બે દિવસમાં 5 લાખ ભક્તો ઊમટ્યાં

03:40 PM Sep 14, 2024 IST | admin
અંબાજીના દરબારમાં બે દિવસમાં 5 લાખ ભક્તો ઊમટ્યાં

શનિ-રવિની રજામાં દસ લાખથી વધુ ભાવિકો ઊમટી પડવાનો અંદાજ, તંત્ર દ્વારા જબરી વ્યવસ્થા

Advertisement

બે દિવસમાં 521 ધ્વજા ચડાવાઇ, મોહનથાળના 4.05 લાખ પેકેટ અને 7609 પેકેટ ચીકીનું વિતરણ

સેવા કેમ્પોમાં ચોવીસે કલાક યાત્રિકોની સેવા, રહેવા-જમવાથી માંડી મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

Advertisement

શક્તિપીઠ અંબાજીમાં ચાલી રહેલા સાત દિવસના ભાદરવી પુનમનાં મેળાને આજે ત્રીજો દિવસ છે. જયારે પ્રથમ બે દિવસમાં પાંચેક લાખ માંઇ ભક્તોએ માના દરબારમાં માથુ ટેકવી મેળામાં ભાગ લીધો હતો. આજે શનિવાર અને આવતીકાલે રવિવારની જાહેર રજા હોવાથી આ બે દિવસમાં જ દશેક લાખથી વધુ ભાવિકો ઉમટી પડવાનો અંદાજ હોય વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ માંઇ ભક્તો દ્વારા ખોલાયેલા સેવા કેન્દ્રો ચોવીસે કલાક ધમધમી રહ્યા છે. સેવા કેમ્પોમાં યાત્રીકો માટે ભોજન- આરામ- મેડીકલથી માંડી ન્હાવા- ધોવા સુધીની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે.
ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનો ઉમંગ અને શ્રદ્ધા જોવા મળી રહીં છે. પ્રથમ બે દિવસમાં જ આશરે 4.98 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જેમાં ગઇકાલે એક જ દિવસમાં 3.05 લાખ ભાવિકોએ મંદિરમાં મુલાકાત લીધી હતી.

મંદિરમાં દર્શનના અભ્યાસને પોષણ આપતી આ ભવ્ય પ્રસંગ દરમિયાન, અત્યાર સુધીમાં 1 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે. શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનની ભાવના આવકના આ આંકડામાં દેખાય છે. બે દિવસમાં મંદિર પર 521 ધજારોહણ કરાઈ છે, જે આ ધાર્મિક પ્રસંગની પવિત્રતાને વધુ સુશોભિત કરે છે.

ભોજનશાળામાં 92,500 યાત્રિકોએ ખાસ ભાવના સાથે ભોજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત કુલ 4.05 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આ મહત્વપૂર્ણ પ્રસંગને વધુ વિશેષ બનાવે છે. બંને દિવસોમાં 7609 પેકેટ ચીકીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, આ મહાકુંભની આદરી અને યાત્રિકોની અવિશ્વસનીય સંખ્યાએ સ્પષ્ટ કરીને બતાવ્યું છે કે, ભક્તિ અને આસ્થાની આ સ્થાનીક પારંપરિક ધાર્મિક રીતે કેટલી મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, અંબાજીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે.

આ સાથે અહીં કરોડોનું સોનું પણ દાનમાં આવે છે. ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી 51 શક્તિપીઠમાંથી એક છે. અત્યારે ભાદરવી પૂનમને લઈને લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા સંઘ લઈને પણ મા અંબાના દર્શન કરવા માટે જતાં હોય છે. છેલ્લા બે દિવસમાં મંદિર પર કુલ 521 ધજારોહણ કરાઈ છે. આ સાથે ભોજનશાળાની વાત કરવામાં આવે તો 92,500 ભક્તોએ તેનો લાભ લીધો છે.

1200 બેડની સુવિધા સાથે સેવા કેમ્પ

અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં, માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ડોમ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.

5500 એકસ્ટ્રા બસો દોડાવાઇ

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસ.ટી. દ્વારા 5500 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો દોડાવાશે. જેથી શ્રદ્ધાળુઓ ભાદરવી પુનમના મેળાનો લાભ કોઇપણ જાતની અગવડતા વગર લઇ શકે. આ ઉપરાંત મુસાફરોને હંગામી પેસેન્જર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, સરળતા માટે માઇક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાતના બનાસકાંઠાનવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા.12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે. યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement