ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર

11:04 AM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

મુઝફ્ફરનગર શિવસેના જિલ્લા પ્રમુખની જાહેરાત

Advertisement

 

મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ છે. હવે આ મામલો યુપીમાં પણ ગરમાયો છે. યુપીના મુઝફ્ફરનગરમાં ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન અને 11 લાખ રૂૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મુઝફ્ફરનગરમાં, શિવસેનાના સેંકડો કાર્યકરોએ નાગપુરની ઘટનાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન શિવસેનાના કાર્યકરોએ ઔરંગઝેબ મુર્દાબાદ અને ભારત માતા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. શિવસેનાના કાર્યકરોએ જય ભવાની, જય શિવાજીના નારા લગાવ્યા અને કહ્યું કે જે પણ ઔરંગઝેબનું સમર્થન કરે છે તેને જૂતા મારવા જોઈએ.વિરોધ દરમિયાન, શિવસેનાના કાર્યકરોએ વડાપ્રધાનના નામે જિલ્લા મેજિસ્ટ્રેટને એક મેમોરેન્ડમ પણ રજૂ કર્યું હતું, જેમાં દેશમાં મુઘલ શાસક ઔરંગઝેબ સહિત તમામ વિદેશી મુઘલ શાસકોની કબરોના નામ અને તેમના નામે બનેલા રસ્તાઓ અને સ્મારકોના નામો હટાવવાની માગણી કરવામાં આવી હતી.

વિરોધ વચ્ચે શિવસેનાના જિલ્લા પ્રમુખ બિટ્ટુ શીખેરાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે જે કોઈ ઔરંગઝેબની કબર તોડશે તેને 5 વીઘા જમીન અને 11 લાખ રૂૂપિયા ઈનામ તરીકે આપશે. આ સાથે શિવસેનાના કાર્યકર્તાઓએ વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે નાગપુરની ઘટનાના તમામ ગુનેગારો અને ઔરંગઝેબને ટેકો આપતા તમામ જેહાદીઓની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે અને તેમના પર ગજઅ લાદવામાં આવે અને તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ મોકલવામાં આવે.

Tags :
AurangzebAurangzeb Grave Violenceindiaindia news
Advertisement
Next Article
Advertisement