ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રના
ઉત્તરાખંડમાં કુદરતી આફત તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ વચ્ચે અનેક યાત્રાળુઓ મુશ્કેલીમાં ફસાયા હતા. ત્યારે ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદમાં ફસાયું હતું. હવે તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ રસ્તો ખૂલી જતાં તમામ યાત્રાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા છે.
પ્રાથમિક વિગતો અનુસાર, આ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ પાસે રસ્તામાં અટવાયા હતા. સતત વરસતા વરસાદને કારણે માર્ગ કાદવથી ભરાઈ ગયા હતાં કારણે રસ્તા બંધ થઈ ગયા હતા. જેના કારણે શ્રદ્ધાળુઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરાઈ હતી. તંત્રએ વિશેષ ટીમ મોકલીને રસ્તો ખાલી કરાવ્યો અને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.
આ દરમિયાન ત્રએ વિશેષ ટીમ મોકલીને રસ્તો ખાલી કરાવ્યો અને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. હાલ તમામ 47 યાત્રાળુ સલામત છે. તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. માર્ગ ખૂલી જતાં તમામ યાત્રાળુઓને ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પરિવારોમાં ચિંતા છવાઈ ગઈ હતી. યાત્રાળુઓના પરિવારજનોને તેમના પ્રિયજનોની સુરક્ષા અંગે ચિંતા થઈ હતી, પરંતુ તંત્રની તાત્કાલિક કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો