ભાજપના 45 વર્ષ બેમિસાલ: પક્ષમાં સત્તાનું કેન્દ્રીકરણ, મોદી પર અવલંબન મોટું જોખમ
ભાજપની સ્થાપના 6 એપ્રિલ, 1980 ના રોજ થઈ હતી અને પાર્ટીએ તેનો 45મો સ્થાપના દિવસ ઉજવ્યો રહી છે. કેન્દ્રમાં એનડીએ સરકારનું નેતૃત્વ કરી રહેલી ભાજપની રચના કેવી રીતે થઈ, તેનું નામ કેવી રીતે પડ્યું, ભારતીય જનસંઘ શું છે તેની પાછળ એક લાંબી વાર્તા છે.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીથી વાતચીત શરૂૂ કરીએ. દેશમાં કટોકટી 25 જૂન, 1975 થી 21 માર્ચ, 1977 સુધી ચાલી હતી. ઈમરજન્સીના અંત પછી, વિરોધ પક્ષોએ કોંગ્રેસ સામે એક થઈને લડવાનું નક્કી કર્યું. તે સમયે દેશના રાજકારણમાં સાત રાષ્ટ્રીય પક્ષો હતા.
તેમાંથી ચાર પક્ષો - કોંગ્રેસ (ઓ), ભારતીય જનસંઘ (બીજેએસ), સમાજવાદી પક્ષ અને ભારતીય લોકદળ (બીએલડી) એ મળીને જનતા પાર્ટીની રચના કરી અને કોંગ્રેસ ફોર ડેમોક્રેસી જેવા કેટલાક સંગઠનો પણ તેમાં જોડાયા અને તેનું નામ જનતા પાર્ટી રાખવામાં આવ્યું. 1977ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીએ સરકાર બનાવી પરંતુ પહેલા મોરારજી દેસાઈ અને પછી ચૌધરી ચરણ સિંહના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકી ન હતી.
જનતા પાર્ટી અને તેની સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટો પડકાર એ હતો કે જનતા પાર્ટીમાં સામેલ ભારતીય જનસંઘના નેતાઓ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, જ્યારે જનતા પાર્ટીના ઘણા મોટા નેતાઓ આ ઈચ્છતા ન હતા. આખરે જનસંઘનો ભારતીય જનતા પાર્ટી તરીકે પુન: જન્મ થયો.
જનસંઘને જે સફળતા નહોતી મળી એ ભાજપને મળી છે. આજે દેશનો મુખ્ય પક્ષ હોવા છતાં તે એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરે છે. ગણ્યાગાંઠયા રાજયોને બાદ કરતા તેની સતા છે. તેની સામે એકમાત્ર જોખમ પક્ષમાં સત્તાનું કેન્દ્રીકરણ અને મોદી પર ચુંટણી જીતાનું અવલંબન છે. વ્યકિત નહી વિચાર મહત્વનો છે એ સંઘની વાત ભાજપમાં સંપુર્ણપણે ભુલાઇ ગઇ છે.