રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઈમાં વડાલા કા રાજાનો 400 કરોડનો વીમો અને 69 કિલોગ્રામ સોનાનો શણગાર

11:09 AM Sep 04, 2024 IST | admin
Advertisement

336 કિલો ચાંદીના પણ આભૂષણો, આવતીકાલથી દર્શન

Advertisement

ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહ્યો છે અને ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ગણપતિ મહોત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં ગણપતિની દરેક મૂર્તિ પોતાનામાં જ અદ્ભુત છે. લાલબાગચા રાજા મુંબઈના રાજા છે, તેમની ખ્યાતિ આખી દુનિયામાં છે.

પરંતુ મુંબઈમાં એક અન્ય ગણપતિ છે, જે પોતાની સંપત્તિ, કરોડો રૂૂપિયાનો વીમો અને વિશેષ પૂજા વિધિ, પંડાલ, વ્યવસ્થા અને પરંપરાઓને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈના વડાલામાં કિંગ્સ સર્કલ પાસે સ્થિત ૠજઇ સેવા મંડળના આ મહાગણપતિ છે. ૠજઇ એટલે ગૌર સારસ્વત બ્રાહ્મણ એટલે તેમનો પંડાલ, ગયા વર્ષે જીએસબી પંડાલમાં બાપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી. આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ સાથે પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રુફ બનાવવામાં આવી રહ્યો છે. અને પ્રવેશ ચછ કોડ દ્વારા થશે. અહીં બાપ્પાના દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂૂ થશે.

ૠજઇ પંડાલમાં દર્શન કરવા માટે સૌપ્રથમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી જ તમને ચછ કોડ મળશે.

તેને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં દરરોજ લગભગ 16 હજાર લોકો ભોજન કરી શકશે અને દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવશે. ગત વર્ષે પંડાલમાં દરરોજ 20 હજાર લોકો આવ્યા હતા. કોર્ટ સવારે 7 વાગ્યે ખુલશે અને 11 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

Tags :
decorationfestivalindiaindia newsMumbaimumbainews
Advertisement
Next Article
Advertisement